July 6, 2011

ઐશ્વર્યાએ પ્રેગ્નન્સીની વાત છુપાવી : ભંડારકર

ઐશ્વર્યા રાયી પ્રેગ્નન્સીને લીધે મારો ફિલ્મ પ્રકલ્પ મુશ્કેલીમાં સપડાયો હોવાથી મને મોટો આંચકો લાગ્યો છે. એશે પ્રેગ્નન્સીની વાત મારાથી છુપાવી હતી. આને કારણે મારો હમણાં સુધીનો આ સૌથી મોટો પ્રોજેકટ ઘોંચમાં પડતાં મને ઘોર નિરાશામાં ધકેલાઈ જવાનો વારો આવ્યો છે, એમ દિગ્દર્શક મધુર ભંડારકરે મંગળવારે જણાવ્યું હતું.

મારી ફિલ્મમાંથી પ્લગ કાઢી નાખવામાં આવ્યો છે. આને કારણે હવે હું કચેરીમાં એકલો જ બેસી રહું છું. હું કયારેય પરિણામની ચિંતા કર્યા વિના મારી ફિલ્મ પ્રત્યે પ્રામાણિક રહું છું. ગત દોઢ વર્ષથી આ પ્રોજેકટમાટે પસીનો કાઢતો હતો, એમ ભંડારકરે બ્લોગમાં લખ્યું છે. સાચી માહિતી છુપાવવાને લીધે મને આંચકો લાગ્યો છે. ઐશ્વર્યાની પ્રેગ્નન્સી બાબત અગાઉથી ખબર હોત તો હીરોઈન પ્રકલ્પ તે રીતે હાથ ધર્યોહતો, પરંતુ મારી સામે અચાનક આ વાત આવતાં પ્રકલ્પ ટલ્લે ચઢી ગયો છે, એમ તેણે જણાવ્યું હતું.ભંડારકરે ૬૪મા કાન્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હીરોઈન ફિલ્મની જાહેરાત કરી હતી. ઐશ્વર્યા રાય ચાર મહિનાની ગર્ભવતી હોઈ નવેમ્બર મહિનામાં તેની ડિલિવરી થવાની સંભાવના છે એ માહિતી મને ન્યૂઝ ચેનલ થકી ખબર પડી છે એમ પણ ભંડારકરે જણાવ્યું હતું. આ મામલે ભંડારકરની પૂર્વ પ્રેમિકા તબ્બુએ ગઈકાલે તેને મળી સાંત્વના આપી હતી.

1 comment:

  1. 360–degree feedback is a powerful tool which forms a highly developed workforce, such as increased promotion from within, and heightened productivity and quality., what is 360 degree feedback.

    ReplyDelete