July 6, 2011

કર્મીઓને ભૂલોમાંથી શીખવા તૈયાર કરો

રાજુ માને એક ઉત્તમ મેનેજર હતા. પોતાના દરેક કમ્યુનિકેશનમાં તે સ્પષ્ટતા કરતા કે, કોઈ નિર્ણય શા માટે લેવાયો કે પછી બિઝનેસ કઈ દિશામાં લઈ જવાનો છે અને શા માટે ? રાજુ પોતાના કર્મચારીઓને તેમની કામની રીતભાત વિશે સવાલો કરતા અને તેમને તે જ કામ થોડા સુધારા સાથે કરવા માટે પ્રોત્સાહિત કરતા, જે મેનેજમેન્ટના લક્ષ્યના હિસાબે યોગ્ય હોય. રાજુથી પણ કોઈ ભૂલ થાય તો તેઓ જાહેેર રીતે ખેદ વ્યકત કરતાં ખચકાતા નહોતા. આ જ કારણે એચઆર વિભાગ દ્વારા લીડરની ખૂબીઓને જજ કરવા માટે આયોજિત ઇન્ટરવ્યૂમાં તેના સાથી કર્મચારીઓએ વારંવાર તેમની આ ખૂબીની પ્રશંસા કરી હતી.એક વખત રાજુએ ખોટી જાણકારીના આધારે કોઈ કર્મચારીને કાઢી મૂકયો. બાદમાં જયારે તેમને હકીકતની ખબર પડી ત્યાં સુધીમાં તે કર્મચારી અન્ય કંપનીમાં જોડાઈ ચૂકયો હતો. રાજુ તેને અને તેની નિયુકતા કંપનીને મળ્યા અને વિનંતી કરી કે, તેઓ તે કર્મચારીને કાર્યમુકત કરી દે. ત્યાર બાદ રાજુએ તેને પોતાની કંપનીમાં પરત લઈ લીધો. વર્જિન ગ્રૂપના સીઈઓ રિચર્ડ બ્રોન્સને પોતાના એક પુસ્તકમાં લખ્યું છે કે, શ્રેષ્ઠ મેનેજર ભાગ્યે જ પોતાના ટીમ મેમ્બર્સની ટીકા કરે છે. તેમણે કાું છે કે,

ફંડા એ છે કે, ઉરચ સ્તર તરફથી મળેલી પ્રશંસા અને પ્રોત્સાહન કર્મચારીઓ માટે ટોનિકનું કામ કરે છે. જો માલીક સારા કામ બદલ મેનેજરની પ્રશંસા નહીં કરે તો આગળ જઈને નીચલા સ્તરે તેના પરિવર્તનની શકયતા પણ ઘટી જાય છે.

No comments:

Post a Comment