ક્યારેક ક્યારેક એવું થાય છે કે તમે જે કાર્ય કરી રહ્યા હો એમાં પૂરેપૂરા ખોવાઈ જાઓ છો. એથ્લિટ પોતાની રમતમાં પૂરેપૂરો એકરસ થઈ ગયો હોય છે. કલાકાર પોતાની ક્રિયેટિવિટીમાં ડૂબી જાય છે. અલબત્ત, આ અદ્ભુત અનુભૂતિ થવા માટે રમતવીર કે કલાકાર હોવું જરૂરી નથી. ઝાઝું વિચાર્યા વગર તમે આસાનીથી કશુંક સિદ્ધ કરી લો ત્યારે તમે ‘ફલો’માં છો એમ કહેવાય. ન એકદમ સરળ ન એકદમ મુશ્કેલ એવું ઓછું પડકારભર્યું કામ તમે કરો છો ત્યારે પણ ફ્લો વહે છે તેમ કહેવાય.
વિચારો કે કયાં કામ એવાં છે જે તમને ઈન-ધ-ફલો રાખી શકે છે? આ કામ કંઈ પણ હોઈ શકે- ભરતગુંથણ, ડાન્સ, જિમમાં કસરત, વાંચન, ગાવું, વગાડવું, કંઈ પણ. રોજ આ પ્રવૃત્તિ કરો, એ તમને ખુશ રાખશે. ખુશ રહેનારા લોકો આ અવસ્થામાં હોય છે. પોતે જેમાં શ્રેષ્ઠ છે એ કામ કરવાનું લોકોને બહુ સારું લાગે છે.
No comments:
Post a Comment