June 17, 2011


સંશોધન કહે છે કે આપણે બધા ખુશી સાથે જ પેદા થયા છીએ. કેલિફોર્નિયા યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના અઘ્યાપક સોંજા લ્યુલોમિસ્ર્કીના કહેવા મુજબ આપણે કેટલા ખુશ છીઐ એનો ૫૦ ટકા આધાર આનુવંશિકતા પર છે. ૧૦ ટકા ખુશી પરિસ્થિતિથી નક્કી થાય છે, જેમ કે વ્યક્તિગત ક્ષમતા અને નાણાં. બાકીની ૪૦ ટકા આપણી મહેનત અને પ્રોત્સાહન પર નિર્ભર છે. એ સિવાય હસતા-સ્મિત કરતા સકારાત્મકવાદીઓમાં કેટલીક વિશિષ્ટતા હોય છે, જે એમના હાસ્યને કદી આથમવા કે ઓછું થવા નથી દેતી.

નિકના કહેવા પ્રમાણે જે કોઈ પોતાની જિંદગીથી ખુશ છે એ વધુ પોપ્યુલર હોય છે. ખુશ રહેતા લોકો કુટુંબીઓ-મિત્રોથી ધેરાયેલા રહે છે. તેઓ પડોશીઓ કે બીજા કોઈ સાથે સ્પર્ધા કરવામાં માનતા નથી. રોજબરોજનાં કામમાં તેઓ જાતને ડુબાડી દે છે અને સૌથી વધુ અગત્યનું તો એ કે તેઓ સહેલાઈથી માફ કરી શકે છે. ખુશ રહેતા લોકો બહુ ઓછો સમય એકલા રહે છે. તેઓ વ્યક્તિગત ઉન્નતિ અને આત્મીયતાનો રસ્તો અપનાવે છે. તેઓ પોતાને સ્વયં પોતાના માપદંડથી આંકે છે.

ઈલિનોઈસ યુનિવર્સિટીના મનોવિજ્ઞાની ઈડ ડિનરના મતાનુસાર ભૌતિકતા ખુશી માટે ઝેર છે. ભૌતિકતાવાદી શ્રીમંતો ખુશ ન પણ હોય, જ્યારે ઘણા મહેનતકશ મજૂરો મોજમાં જીવતા હોય છે.આખરે એનું કારણ શું છે કે સર્વસ્વ ગુમાવી દીધા પછી પણ અમુક લોકો જિંદગીની ઊજળી બાજુને જોઈ શકે છે, જ્યારે કેટલાક કોઈ કારણ વગર જ દુ:ખના અંધકારમાં સબડયા રહે છે? સોંજા કહે છે, ‘માણસ માત્રનું ચિયર લેવલ અડધોઅડધ અંશે આનુવંશિક હોય છે. દરેક માણસ પોતાને માટે ખુશીનાં બિંદુ નક્કી કરે છે. જે લોકો આ બિંદુ નક્કી કરવાનું શીખી જાય છે તેઓ ખુશ રહેવાની કળામાં પારંગત બને છે.’

No comments:

Post a Comment