તેમના હોઠ પર હંમેશાં હાસ્ય હોય છે. તેઓ સહેલાઈથી હસી શકે છે અને જિંદગીને ખૂબ પ્રેમ કરે છે. આ ખુશ રહેનારા લોકો છે. આપણામાંના મોટા ભાગના લોકો માટે ખુશી એટલે સારું ઘર, સારો - કે સારી - જીવનસાથી, સારી જોબ વગેરે.
આપણે જે આનંદની વાત કરવા માગીએ છીએ એનું કોઈ સરનામું નથી, કેમકે એ આપણી ભીતર રહે છે. તકલીફો, પરેશાનીઓ, મુશ્કેલીઓ અને પડકારો પછી પણ હંમેશાં ખુશ રહી શકતા લોકો જ દુનિયામાં આનંદ ફેલાવી શકે છે.
No comments:
Post a Comment