‘જે લોકો મૂર્ખાઓના સ્વર્ગમાં રહે એમનાં સુખની ઇર્ષ્યા ન કરો, કારણ કે ફક્ત મૂર્ખાઓ જ એને સુખ માને છે.’ મૂર્ખાઓનું સ્વર્ગ એટલે જીવનની વાસ્તવિક્તા જોયા વગર દરેક પ્રસંગમાં બનાવટી આનંદ જોઈને અને જોવડાવીને કૃત્રિમ સુખ માણવા વ્યર્થ પ્રયત્ન કરનારા લોકોનો સમૂહ. ખરું સુખ શોધવા માટે દુ:ખનું અસ્તિત્વ સ્વીકારવું જોઈએ. સારું સારું કહેવાથી બધું સારું તો નહીં બને. દુનિયામાં ખરાબ પણ ઘણું છે અને એની આગળ આંખમિચામણાં કરવાથી એ દૂર તો થતું નથી. કોઈને એ ખોટા સ્વર્ગમાં રહેવું હોય તો ભલે રહે પણ એની ઇર્ષ્યા તો કોઈએ કરવાની નહીં. સાચું સ્વર્ગ જીવનની વાસ્તવિકતા હોય છે. આવા સરળ, રમૂજી, માર્મિક નિયમોમાં જીવનની પ્રામાણિકતા અને અંતરની શાંતિ છે.
No comments:
Post a Comment