June 17, 2011

‘નિષ્ક્રિય સંમતિ કરતાં પ્રામાણિક વિરોધ પસંદ કરો, કારણ કે જો તમારી પાસે બુદ્ધિની કદર હશે તો પ્રામાણિક વિરોધમાં ખરી અને ઊંડી સંમતિ દેખાશે.’ ઘણી વાર કોઈ મિત્રની વાતને આપણે શાંત રહીને મૂગી સંમતિ આપીએ. એમાં સગવડ હશે, પણ હિંમત અને સરચાઈ નથી અને ખરું જોતાં મિત્રતાની કદર પણ નથી. સાચા મિત્રની સાથે સંબંધ ગાઢ બનાવવો હોય તો એની સાથે મન જેમ ચોખ્ખું રાખીએ તેમ સારું. જૂઠું બોલવાથી પડદો પડે અને અંતર વધે. મતભેદ હોય તો તે બતાવવાના. ભલે મનની સંમતિ ન હોય, પણ એવી નિખાલસતા બતાવવાથી હૃદયની સંમતિ સ્થપાય અને એ વધારે કીમતી છે.’

No comments:

Post a Comment