June 17, 2011

આપણે રોજિંદાં જીવનમાં એવા તો ખૂંપી જઈએ છીએ કે આપણે કોણ છીએ અને આપણને ખુશ રહેવા માટે શું જોઈએ છે તે તરફ નજર કરવાનું જ ભૂલી જઈએ છીએ. ગંભીર માંદગી કે પ્રિયજનનું મૃત્યુ જેવી કેટલીક ઘટનાઓ આપણને જીવનના અર્થ વિષે વિચારવા આપણને મજબૂર કરે છે. સ્ટિવન કહે છે, ‘મારે લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે એવું જાણ્યું ત્યારે મને પહેલી વાર મોતનો વિચાર આવ્યો, મેં ગંભીરતાથી જિંદગીના અર્થ વિષે વિચાર્યું. ઠીક ઠીક વાંચન-અભ્યાસ પછી મને સમજાયું કે ખુશી એટલે માત્ર સુખ કે મોજમજા નહીં. જલસા કરતી વખતે કે અનુકૂળ પરિસ્થિતિમાં તો બધા ખુશ રહે છે, પણ દુ:ખ વચ્ચે પણ ખિલખિલાટ હસતો રહે એ સાચો યોદ્ધો છે...’ 

No comments:

Post a Comment