June 16, 2011


થોડા વખત પહેલાં જોકે પૂર્વે સિટી બેંકના એક ઉચ્ચ અધિકારી (રિલેશનશિપ મેનેજર)એ કરેલા કૌભાંડ બાદ વેલ્થ મેનેજમેન્ટ સામે નવી શંકાઓ-પ્રશ્નો ઉદભવવા લાગ્યા છે. સમૃદ્ધ વ્યક્તિ બિઝનેસ કે પ્રોફેશનમાં સતત વ્યસ્ત રહેતી હોવાથી પોતાની સંપત્તિનું સંચાલન વેલ્થ મેનેજરની ભૂમિકા ભજવતી બેંકો કે કંપનીઓને સોંપી દે છે, પણ જો બેંક જેવી સંસ્થા કૌભાંડ કરે તો વિશ્વાસની કટોકટી સર્જાઈ જાય છે. અગાઉ ઘણા ફાઈનાન્સિયલ સ્કેમ થયા છે, જેમાં રોકાણકારો જાણતાં-અજાણતાં સિસ્ટમની ક્ષતિઓનો ભોગ બન્યા છે, પરંતુ વેલ્થ મેનેજમેન્ટમાં તો વ્યક્તિ પોતે જ તેના મેનેજરને પસંદ કરે છે.
વેલ્થ મેનેજમેન્ટ ઉદ્યોગ આપણા દેશમાં સંપૂર્ણ નિયમન હેઠળ આવ્યો નથી. વેલ્થ મેનેજરોનાં પાટિયાં લગાવી, જાહેરખબર કરી કે પછી માર્કેટિંગ કરી લેભાગુઓ વેલ્થ મેનેજર તરીકે કામ કરવા લાગે, તેમ બને. અલબત્ત, ભવિષ્યમાં આ ક્ષેત્રે નિયમન સઘન સ્વરૂપ ધારણ કરશે ખરું. સંપત્તિવાન વ્યક્તિએ પોતાના વેલ્થ મેનેજરને પસંદ કરતી વખતે શું ઘ્યાનમાં રાખવું જોઈએ એ જાણવું જરૂરી છે.

No comments:

Post a Comment