June 16, 2011


ધન કમાવું એક વાત છે અને કમાયેલાં ધનનું સંચાલન કરવું એ બીજી વાત છે. અંગ્રેજીમાં કહે છેને કે, ‘મની મેનેજમેન્ટ ઈઝ મોર ડિફિકલ્ટ ધેન મની મેકિંગ’. ધન માત્ર શક્તિશાળી નથી હોતું, તે બુદ્ધિશાળી પણ હોય છે. (તે પોતાની જાળવણી અને સંચાલનને શીખી લે છે) અને ધારો કે વ્યક્તિને ખુદને નાણાંનું સંચાલન ફાવતું ન હોય તો તે કામ કરી આપતા પ્રોફેશનલ સંચાલકો પણ હોય જ છે. તેમને ‘વેલ્થ મેનેજર’ કહે છે. આપણી સૌથી મોટી સમસ્યા જ સમયની છે. સંપત્તિનાં સર્જન માટે લોકો રાત-દિવસ એક કરી નાખશે, ખૂબ મહેનત અને સંઘર્ષ કરશે, પણ તે પછી સંપત્તિનું સંચાલન કરવા માટે તેમની પાસે ઘણી વાર સમય રહેતો નથી. મની મેનેજમેન્ટ માટે જરૂરી સમજ પણ ક્યારેક હોતી નથી.
જો કે અત્યાર સુધી લોકોનો એટિટયુડ એવો રહ્યો છે કે આપણા પૈસાનું મેનેજમેન્ટ બીજા કોઈ શું શીખવવાના? મારા પૈસા ક્યાં રોકવા, કઈ રીતે રોકવા, કેટલા રોકવા વગેરે હું જાણું જ છું! પણ સમયની સાથે હવે આ અભિગમ બદલાયો છે. હવે લોકો નિખાલસપણે પોતાની સંપત્તિનું સંચાલન નિષ્ણાતોને સોંપતા થયા છે. દેશમાં હવે ફાઈનાન્સિયલ પ્લાનર્સ તેમ જ વેલ્થ મેનેજરોનો વર્ગ ઊભો થયો છે, જે વિસ્તરી રહ્યો છે.

No comments:

Post a Comment