ભ્રષ્ટાચારમાં આ દેશ રસાતળમાં પહોંચી ચૂક્યો છે અને હવે વધુ નીચે જવાની જગા નથી બચી. આ આખી સ્થિતિથી એક જ વાત સ્પષ્ટ થાય છે કે બહારનો બદલાવ-ફેરફાર કેવળ એક માયા છે, ભ્રમ છે, છળ છે, દેખાડો છે. અસલી પરિવર્તન તો ભીતર ભણી વળવાથી, સ્વયંને રૂપાંતરિત કરવાથી આવે છે. આઘ્યાત્મિક મનોરંજનથી આ કામ નથી થતું. પોતાના બે ટકા મનના જાડા પડને ભેદીને અંદર ચેતનાના મહાસાગરમાં ઊતરવાથી એ થાય છે. એ જ છે આમૂલ ક્રાંતિ. એનો અંતર્ભાગ છે: ઘ્યાન. ઓશો તથા બધા પ્રજ્ઞાપુરુષોએ બધાને આ માર્ગ પર ચાલવા માટે જ પ્રેર્યા છે.
No comments:
Post a Comment