કોઈ દુપટ્ટાનો ખૂણો ખેંચે છે, ધીરે ધીરે. ફરીને જોયું તો કોઈ નહીં... પછી એક જોરદાર લહેરખી નવડાવી જાય છે મને પગથી માથા સુધી. રૂંવાડાં ઊભાં થઈ જાય છે. મારી ભીતરથી એક અવાજ આવે છે...
કેટલી નાની નાની હોય છે ઇચ્છાઓ, અને એથીય નાનાં હોય છે ત્યાં સુધી ન પહોંચવાનાં કારણો! આપણે એ અવરોધો ઓળંગી જ નથી શકતા. એટલે જ સુખ આટલું નજીક હોવા છતાં આપણાથી દૂર જતું રહે છે.
કેટલીક ચીજો એવી હોય છે કે એનાથી ગમે તેટલી વાર પીછો છોડાઓ, પણ એ છૂટતી જ નથી. આજકાલ મોસમ પણ આવી હઠ પર ઊતરી આવી છે. ઘરની બહાર નીકળું છું તો કોઈ નવા પ્રેમીની જેમ સ્મિત કરતો મોસમનો નજારો સામે જ હોય છે. મન હસી ઊઠે છે. જાતને એને હવાલે કરી દેવા સિવાય કોઈ રસ્તો પણ તો નથી હોતો. ઘરથી ઓફિસના રસ્તા પર જ મોટેભાગે મોસમ સાથે મુલાકાત થાય છે.
No comments:
Post a Comment