પોતાની જાતને મળ્યાને કેટલા દિવસ થઈ ગયા! કેટલા દિવસ થયા આ દુનિયામાં આવ્યાને! કેટલા દિવસોથી મારી જાતને ખુદથી બચાવી રહી છું! આસપાસની મોસમથી બચી રહી છું, પરંતુ અમુક બાબતો પર કોઈનો, ખરેખર કોઈનો અંકુશ નથી હોતો. આજે અત્યંત ખૂબસૂરત ભીની ભીની મોસમમાં પોતાને નહાયેલી અનુભવું છું અને વિચારું છું કે કેટલું સારું છે, અમુક ચીજો પર મારો કોઈ અખત્યાર નથી, એ!
ખીલ્યાં ઢગલો પલાશ તો લાગ્યું હોળી છે
થવા લાગી ધમાલ તો લાગ્યું હોળી છે
કોઈ કન્યા થઈ ઉદાસ તો લાગ્યું હોળી છે
પાંપણો પર સજી આશ તો લાગ્યું હોળી છે...
No comments:
Post a Comment