મનુષ્યનું મન સતત કંઈ નવાની, ફેરફારની ઝંખના કરતું રહે છે, કેમકે મનુષ્યનું મન સત્તાની સપાટી પર છે. આ સપાટી એને સંસાર સાથે જોડે છે. એની સત્તાની સપાટી નીચે, એના ઊંડાણમાં એક સ્થિરતા છે. જો એ મનમાંથી આ ઊંડાણમાં ઊતરી જાય તો એ ઊંડાણ એને પરમાત્મા સાથે જોડી દે છે પણ આ જોડાણ કંઈ સહેલું કામ નથી. અત્યંત દુર્લભ ઘટના છે એ. કરોડો-અબજો માણસમાંથી કોઈ એક બુદ્ધ, એક મહાવીર, એક ઋષિ સપાટી પરના જીવનનાં સંઘર્ષોઅને થપાટોથી પૂરેપૂરા ઊબાઈ જાય છે ત્યારે પોતાના ભીતરી સાગરનાં ઊંડાણ સાથે સંધાન કરી શકે છે.
આપણી આંખ અંદરની તરફ ક્યાં વળી શકે છે! તે સદા બહાર જ જોતી રહે છે તથા સપનાં અને આશાથી ભરેલી રહે છે. આપણા બાહ્ય જગતમાં ભારે આકર્ષણો છે, મહાપ્રલોભન છે. એ આકર્ષણ અને પ્રલોભનના કારણે જ માણસ બદલાતો હોવાનું દેખાય છે. આ ફેરફારો માત્ર ઉપરછલ્લા અને પોલા હોય છે. એક માણસ એક સાદા ઘરમાં રહે છે અને પડોશી બાજુમાં જ એક આલિશાન મકાન બાંધી દે છે. હવે સાધારણ ઘરમાં રહેતા માણસની ઊંઘ હરામ થવા માંડે છે. એને પણ એવો જ વિશાળ, અને શક્ય હોય તો એથીય ભવ્ય બંગલો ઊભો કરવો છે. અહીં બે રસ્તા ખૂલે છે.
No comments:
Post a Comment