આજે ૨૧મી સદીમાં ભણતર સાથે ગણતર વઘ્યું છે. પશ્વિમમાં સ્ત્રીઓ વધુ ને વધુ સ્વતંત્ર રહેવા ઈચ્છે છે. તેનો પવન હવે ભારતનાં શહેરોમાં લાગ્યો છે. સામ રોબર્ટ્સ નામના પત્રકાર ‘ન્યુ યોર્ક ટાઈમ્સ’માં લખે છે કે અમેરિકામાં લગ્નની વય વટાવી ચૂકી હોય તેવી ૫૧ ટકા સ્ત્રીઓ લગ્ન વગર એકલી રહે છે. આને ફ્રી-લાન્સ લવ કહે છે. ૨૦૦૭થી મેરિડ કપલની સંખ્યા સતત ઘટતી ગઈ છે.
બ્રુકિંગ્ઝ ઈન્સ્ટિટયુશન(વસતિના રંગરૂપ)ના ડેમોગ્રાફર ડો. વિલિયમ ફ્રે કહે છે કે સ્ત્રીઓ હવે પોતાની લાઈફસ્ટાઈલને વળગી રહે છે. આજે અમેરિકામાં નોન-મેરિડ પાર્ટનરો સાથે સ્ત્રીઓ રહે છે. દિલ્હીમાં પણ આ પવન આવ્યો છે. હિન્દુસ્તાન તો જબ્બર દેશ છે. ગુજરાતીઓમાં કપોળ, બ્રાહ્મણો, રજપૂતો, સોરઠના આહિરો, સોરઠિયા, લોહાણા, ભાટિયા વગેરે કુટુંબોમાં મોટે ભાગે ગોઠવેલાં લગ્નો જ થાય છે. મેજોરિટી યુવતીઓએ પુરવાર કર્યું છે કે પતિ સાથે કમ્પેટિબિલિટી હોય તો જે પ્રેમ કેળવાય છે તે જ સાચો અને દીઘર્જીવી નીવડે છે.
પ્રેમનું તત્વ તો અજરઅમર છે. લંડનના ‘ઓબ્ઝર્વર’ નામના સાપ્તાહિકમાં ૭-૩-૧૦ના અંકમાં એક લેખ હતો- ‘યોર્સ અનફેઈથફુલી’! તેમાં જેના ઈન્ટરવ્યુ લીધેલા તે બુદ્ધિમાન સ્ત્રીઓ કહે છે કે લગ્નમાં આ વફાદારી કે પ્રેમમાં બેવફાઈ એ શબ્દો એકવીસમી સદીમાં તદ્દન નકામા છે. એક સ્ત્રી બે પુરુષને પ્રેમ કરે કે એક પુરુષ બે કે વધુ સ્ત્રીને પ્રેમ કરે તે આજે જગતભરમાં સામાન્ય છે. તેમાં આ ‘વફાદારી’ - ‘બેવફાઈ’ના જુનવાણી શબ્દો નક્કામા છે. દરેક વ્યક્તિ પોતાને અને પ્રેમને (હા, પ્રેમને) વફાદાર રહે છે.
No comments:
Post a Comment