June 16, 2011

મારે હમણાં વિદ્યા બાલનને મળવાનું થયું. અમો બંને મુંબઈના હવાઈઅડ્ડા ઉપર સાથે બેઠા હતા. તેની જોડે મારે વાતચીત થઇ તે હું રજુ કરું છું.

પહેલી જ ફિલ્મથી એણે શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો દબદબો જાળવી રાખ્યો છે. ‘પરિણીતા’માં અપરિણીત પત્ની બનીને, ‘લગે રહો મુન્નાભાઈ’માં સહજ સરળ રેડિયો જોકી બનીને, તો ‘ભૂલભૂલૈયા’ ફિલ્મમાં એક મનોરોગી બનીને... ‘પા’ અને ‘ઈશ્કિયા’માં પણ એણે સ્ત્રીનાં જુદાં જ રૂપ ખૂબીપૂર્વક ઊપસાવ્યાં. સ્વચ્છંદ અને કોઈની પણ શેહશરમ ન રાખતી સ્ત્રી તરીકે ‘ઈશ્કિયા’ની વિદ્યા બાલન જેટલી કન્વિન્સિંગ લાગે છે, એટલી જ પ્રતીતિકર તે ‘પા’માં પ્રોજેરિયાથી પીડિત મહાનાયક અમિતાભ બચ્ચનની માના કિરદારમાં લાગે છે. છેલ્લે ‘નો વન કિલ્ડ જેસિકા’માં સબ્રિના લાલના રિયલ લાઈફ કેરેક્ટરમાં જીવ પૂરનારી વિદ્યા બાલન પોતાની જિંદગીના ઘણા સારામાઠા વળાંકોમાંથી પણ પસાર થઈ ચૂકી છે.

બાયપાસ સર્જરી માટે હોસ્પિટલમાં જતી વખતે અચાનક પપ્પા મારો હાથ પકડીને બોલ્યા, ‘બેટા, જતાં પહેલાં હું આપણાં ઘરમાં ફરવા માગું છું. કોને ખબર કાલે...’ આટલું કહી તેઓ ચૂપ થઈ ગયા. અનિષ્ટની આશંકાએ મને એક ક્ષણમાં મોટી અને સમજદાર બનાવી દીધી.

સાઉથની ફિલ્મોમાં મને સાત વખત રિજેક્ટ કરવામાં આવી હતી. એક ફિલ્મમાંથી મને ઐમ કહીને પડતી મૂકવામાં આવી કે હું બદસૂરત છું, મને અભિનય આવડતો નથી. એક વાર છેલ્લી ઘડીએ ખબર પડી કે મારા બદલે બીજા કોઈને લઈ લેવામાં આવી છે. એ દિવસે હું ચર્ચગેટથી મારા ચેમ્બુરના ઘર સુધી પગપાળા આવી અને પાસેના મંદિરમાં જઈ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.

દરેક સ્ત્રીને ઈશ્વરે ત્રીજી આંખ આપી છે. કોઈ પુરુષ સાથે એ હાથ મિલાવે તો પણ તરત ખબર પડી જતી હોય છે કે એનો ઈરાદો શું છે. જ્યાં સુધી સ્ત્રી ખુદ ન ઈચ્છે ત્યાં સુધી એનું શોષણ કરી શકાતું નથી. મને તો આટલાં વર્ષોમાં કોઈએ કોફી સુઘ્ધાં ઓફર નથી કરી!

પહેલી વાર મારું નામ જોન અબ્રાહમ સાથે જોડવામાં આવ્યું હતું. હું તો રડવા માંડી હતી. મારા પપ્પાએ ફોન કરીને મને દિલાસો આપતાં કહેલું, ‘અમને ખબર છે કે તું સાચી છે, કોઈ ફિકર ન કરીશ.’

સેક્સ બોમ્બનો ખિતાબ પામેલી અને કરુણ રીતે મૃત્યુ પામેલી અભિનેત્રી સિલ્ક સ્મિતાના જીવન પર આધારિત જે ફિલ્મ બનવાની છે તે માટે તમારી વરણી થઈ છે. આ ફિલ્મ ખાસ્સી ચર્ચામાં છે...

બસ આટલી વાત થઇ એટલે તરત જ પ્લેન ઉપડવાની જાહેરાત થઇ અને અમો બંને સાથે નીકળ્યા. મુંબઈ આવવાનું તેમને મને ખાસ આમંત્રણ આપ્યું.

No comments:

Post a Comment