June 16, 2011


નારી સશક્તિકરણની મજાક ઉડાવાતી હોય તેમ દરરોજ ૧૮મી મિનિટે એક નવવધૂ દહેજના ત્રાસથી સળગાવાય છે. દર ૨૯મી મિનિટે એક બળાત્કાર થાય છે. છેડતી અને યૌનપીડનનું પ્રમાણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. દેશમાં બે કરોડ બાળકો બાળમજૂરીમાં નોંધાયેલાં છે. આ માસૂમ બાળકો પાસે મજૂરી સિવાય જાણે કોઈ વિકલ્પ જ નથી. બિલ કિલન્ટનથી માંડીને ઓબામાને આર્થિક મુદ્દે સલાહ આપનારા નોબેલ પ્રાઇઝ વિજેતા અર્થશાસ્ત્રી જોસેફ સ્ટીગબિટ્ઝે તાજેતરમાં મંદીગ્રસ્ત અમેરિકાના બેકાર યુવાનોની માફી માગતાં કહ્યું હતું કે, મૂડીવાદના વિકાસનું મોડેલ નિષ્ફળ નીવડ્યું છે.
અમેરિકામાં મૂડીવાદ અને મૂડીરોકાણ વઘ્યાં છે, પરંતુ રોજગારી વધી નથી. બલકે અમેરિકામાં ગન કલ્ચર વઘ્યું છે. જોસેફ હવે ‘હેપીનેસ ઇન્ડેકસ’નો પ્રચાર કરી રહ્યા છે. સાથોસાથ મૂળ ભારતીય નોબેલ પ્રાઇઝ વિજેતા અર્થશાસ્ત્રી અમત્ર્ય સેનની વેલ્ફેર ઇકોનોમિકસની થિયરીને ભારત જેવા વિકાસશીલ દેશ માટે વધુ અનુકૂળ માની રહ્યા છે. દુનિયાભરમાં આજે શ્રેષ્ઠ સમાજવ્યવસ્થા- હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેકસ-માનવવિકાસ સૂચકાંકના આધારે નક્કી થાય છે, જીડીપીના આધારે નહીં. સવાôગી, સંતુલિત અને સર્વગ્રાહી વિકાસ એ તંદુરસ્ત સમાજની પાયાની શરત છે.

No comments:

Post a Comment