ભારતમાં વિકાસની સાથે ભ્રષ્ટાચારનું પ્રમાણ પરીકથાની વાર્તાના રાક્ષસની માફક દિવસ-રાત વઘ્યાં જ કરે છે. આ ભ્રષ્ટાચારે ભારતની છબીને વૈશ્વિક સ્તરે નુકસાન પહોંચાડયું છે. ઇન્ક્રેડિબલ ઇન્ડિયાની બ્રાન્ડને લાંછન લાગ્યું છે. વર્ષોપહેલાં ગોલ્ડમેન સાચે ‘ઇન્ડિયા વર્સસ ભારત’ની થિયરી આપી હતી. આજે એનું સ્વરૂપ બદલાયું છે, પરંતુ વિરોધાભાસ બરકરાર રહ્યો છે. ભારતમાં ૧૦૦ અબજોપતિ પાસે દેશની ૨૫ ટકા સંપત્તિ છે.
ભારતમાં આવકની વહેચણી અત્યંત અસમાન છે. ૬૦ વર્ષના ઔધોગિકીકરણે માત્ર છ ટકા વસતિને રોજગારી આપી છે. ભારતમાં આજે ટોઇલેટ્સ કરતાં મોબાઇલ ફોનની સંખ્યા વધુ છે. ગરીબોને હાઉસિંગ લોનનાં ફાંફાં છે. પાંચ કિલોના દસ્તાવેજ પેશ કરો તો માંડ ડાઉન પેમેન્ટનો મેળ પડે છે, પરંતુ કાર લોનની વ્યવસ્થા ખુદ ઓટોમોબાઇલ ડીલર કરી આપે છે. એક્સિડેન્ટ થાય તો એમ્બ્યુલન્સ ક્યારે પહોંચશે એની ગેરંટી નથી, પરંતુ પિત્ઝાની ડિલિવરી ૩૦ મિનિટમાં ન થાય તો બિલ માફ. વિકાસ દ્વારા વૈશ્વિક મહાસત્તા બનવા માગતા ભારતનું વિરોધાભાસી ચિત્ર જુઓ.
No comments:
Post a Comment