June 17, 2011


એવું કહેવાય છે કે દુનિયાભરમાં ‘ડિપ્રેશન’ના રોગીઓ વધતા જાય છે. ગઈકાલ સુધી આ માનસિક બીમારી ‘A’ એટલે કે ‘ફોર એડલ્ટ્સ ઓન્લી’ની કેટેગરીમાં આવતી હતી પરંતુ હવે બાળમંદિરમાં ભણતાં બચ્ચાં-કચ્ચાંને પણ ડિપ્રેશન આવતું હોવાની ચર્ચાઓ થાય છે. અફકોર્સ, બીમારી-રોગચાળાની ચિંતાજનક ચર્ચા શરૂ કરવાનું કામ મોટેભાગે દવા બનાવતી કંપનીઓ કરે છે. એટલે કોઈપણ રોગ, રોગચાળાનો હાઉ ફેલાય ત્યારે એમાં કેટલી હકીકત અને કેટલું હંબગ એ નક્કી કરવાનું મુશ્કેલ હોય છે. 

એ જે હોય તે, આ ડિપ્રેશન વિશે એટલા બધા લોકો એટલું બધું બોલે છે, લખે છે કે માત્ર સાંભળી-વાંચીને આપણને ડિપ્રેશન આવી જાય. વળી, ડિપ્રેશન આવવાનાં કારણો પણ પાછાં સેંકડો, હજારોની સંખ્યામાં અપાય. એમાંથી કમસે કમ અડધો ડઝન તો સામાન્ય માણસને લાગુ પડતાં જ હોય. દાખલા તરીકે થોડા સમય પહેલાં વાંચ્યું કે વાતાવરણમાં પ્રદૂષણ વધતું જાય છે. એના કારણે માણસને ડિપ્રેશન આવવાનું જોખમ વધે છે.

No comments:

Post a Comment