‘મારે બધાનો પ્રેમ જોઈએ અને બધાનો આદર જોઈએ.’ ઘણા લોકો ઊંડે ઊંડે એવું માને છે અને ઝંખે છે. સૌનો પ્રેમ અને સૌનો આદર. તે વગર કેમ જીવી શકાય? હકીકતમાં જીવી શકાય છે. સુખેથી અને આનંદથી, અને હકીકતમાં પણ સૌનો પ્રેમ અને આદર સંપાદન કરવાનું તો અશક્ય હોય છે. માટે જે કોઈ એ આવશ્યક ગણે તે દુ:ખ જ નોતરે છે. કેટલાકની કદર તો મળશે અને કેટલાકનો પ્રેમ મળશે અને એ ઘણું છે. સૌનો પ્રેમ અને સૌનો આદર તો માનવજાતના ઈતિહાસમાં કોઈને પણ મળ્યો નથી અને મળવાનો પણ નથી. લોકો આપણી તરફ માનથી જુએ તો ઘણું સારું અને ન જુએ તોય કોઈ વાંધો નથી. બધાને હંમેશાં પસંદ પડવાની કોઈ જરૂર નથી.
No comments:
Post a Comment