‘કોઈ વાતની પૂરી ખાતરી ન રાખો’ એવું બોલનાર પ્રબળ પ્રજ્ઞાવાન-પ્રતિભાશાળી વિભૂતિ છે. ખાતરી રાખવા કોઈને અધિકાર હોય તો એને જ હતો. તોય વિનોદમાં ને મર્યાદામાં ખાતરી ન રાખવા માટે ચેતવણી આપે છે. અભ્યાસ જરૂર કરીએ, સંશોધન, તપાસ અને વિચાર કરીએ અને આપણું માનવું, આપણો અભિપ્રાય, આપણી પસંદગી તો જરૂર જાણીએ અને જણાવીએ પરંતુ આ બાબતમાં પૂર્ણ સત્ય છે એ મારી પાસે છે અને કોઈ બીજું કહે તો ભૂલ ખાય છે એ તો કદી બોલીએ પણ નહીં અને વિચારીએ પણ નહીં. નમ્રતા એ સત્યનો એક અંશ છે.
No comments:
Post a Comment