June 17, 2011

‘લોકો વિચાર કરતા બંધ થાય માટે એમને પ્રોત્સાહન ન આપો - કારણ કે એ પ્રોત્સાહન સફળ થશે જ!’ આમાં કટાક્ષ છે. લોકો વિચાર તો કરતા જ નથી. કદાચ માનવજાતનો મોટો રોગ એ જ હોય. વિચારશૂન્યતા. લોકો માની લે, સ્વીકારી લે, ગળી જાય, ગોખી જાય પણ જાતે વિચારતા નથી. લોકો વિચાર ન કરવા માટે બહાનાં શોધે છે, માટે જો એમને કહીશું કે ચિંતા ન કરો, તમારે કોઈ વિચાર કરવાનો નહીં, અમે બધું ઠીક કરી આપીશું, તમારે ફક્ત અમે કહીએ તેમ કરવાનું - તો લોકો જરૂર એમ કરશે અને વિચાર કરતા બંધ થઈ જશે. ખરો ધર્મ ઊલટો છે: લોકોને વિચાર કરતા કરી મૂકવાનો.

No comments:

Post a Comment