જેની ભાષામાં સભ્યતા હોય તેના વર્તનમાં પણ કુશળતા જોવા મળે. આજે એક મિત્રને મળવાનું થયું. અચાનક જ ! નહેરુનગરથી આંબાવાડી તરફ જતો હતો ને તેમની સાથે અચાનક મુલાકાત થઇ. મેં એમને કહ્યું "જો મારી ભૂલ ના થાય તો તમે હિરેન પરમાર જ છો ને ?" એમને કહ્યું હા પરંતુ તમને કેમ ખબર?
મેં કહ્યું પહેલા તમે મારી સાથે કોફી લો પછી કહીશ. અમે બરીસ્તા કોફી માં બેઠા અને મેં એમને એક ફોટો બતાવ્યો અને કહ્યું કે આ તમારો જ ફોટો છે જે આજથી ૨૧ વર્ષ પહેલા મેં તમારી જોડે પડાવેલો હતો. એ ચોંકી ઉઠ્યા અને કહ્યું "તમે દિપકભાઈ કે નહિ?" મેં કહ્યું હા કેટલા સમયે આપને બંને ભેગા થયા કેમ ? હા ઘણા સમયે પરંતુ તમે મને કેમ ઓળખી ગયા?
મેં કહ્યું કોઈક વસ્તુ કોઈક જગ્યાએ એવી રીતે મળી જાય છે કે તમને સ્વપ્નમાં પણ તેનો ખ્યાલ નથી રહેતો. એમને મને કહ્યું મારો ફોટો તમારા પાકીટમાં શું કરે છે? મેં કહ્યું અમુક વ્યક્તિ મારા જીવનમાં ખુબ જ પ્રેરણાદાયી છે અને તેમના ફોટા હું હમેશા મારી સાથે જ રાખું છું. એમને મને એક સવાલ પૂછ્યો અને હું હચમચી ગયો.
"કાકી ક્યાં છે દિપકભાઈ?" (એ મારી માં વિષે પૂછતા હતા). મેં કહ્યું એમને ગુજરી ગયા એને તો ત્રણ વર્ષ થયા હિરેન. એ અચાનક રોઈ પડ્યો અને કહ્યું કે તને ખબર છે મારી માં જયારે બીમાર હતી ત્યારે કાકી મને ટીફીન બનાવી આપતા. મેં એમને કહ્યું કે આ ૧૬ જુને એમની મૃત્યુ તિથી આવે છે. ઘરે આવજે સાંજે ભજન સંધ્યા રાખેલી છે. પરંતુ એ થોડો ઉદાસ થઇ ગયો અને મને ના પડી. મેં એનું કારણ પૂછ્યું. મને કહે કે નાં તે દિવસે મારા માટે બહુજ મોટી તકલીફ છે. કારણ કે મારી માં નું અવસાન તે દિવસે જ થયેલું બરાબર એક વર્ષ પહેલા.
મારી પાસે બોલવાના શબ્દો ના હતા કારણકે હું એમની સાથે જ રડતો હતો.
No comments:
Post a Comment