June 14, 2011

આ દુનિયામાં કેટલી મગજ મારી છે તેનો એક દિવસ હું વિચાર કરતો હતો...


- જન્મ થયા પછી હોસ્પિટલના ખર્ચાની મારામારી, દવાઓના બીલ અને સગા વહાલાઓને ઘરે ઉતારવાની વ્યવસ્થા. 
- બાળક મોટું થાય પછી તેને માટે નિશાળમાં પ્રવેશ કરાવવાની ભાગમભાગ, તેને માટે યુનિફોર્મ, ચોપડા, તેડવા મુકવા માટે વાહનનો ખર્ચો.
- એ પછી એ જ બાળક યુવાન બને પછી કોલેજમાં પ્રવેશ અને વાહન લઇ દેવાની વ્યવસ્થા. કોઈ મોટી તકલીફ ના પડે માટે તેની ઉપર નજર રાખવાની ચિંતા. 
- કોલેજ પત્યા પછી તેને માટે જોબ ગોતવાની માથાકૂટ જો આપનો છોકરો હોશિયાર હશે તો વાંધો નહિ પરંતુ બેકાર હશે તો વધારાની ચિંતા.
- લગ્નને લાયક થયા પછી તેને માટે છોકરી જો છોકરો હોય તો અથવા છોકરો શોધવાની ઉતાવળ જો છોકરી હોય તો. 
- પરણાવ્યા પછી તેનું ઘર બરાબર ચાલે છે કે કેમ તેનું ધ્યાન રાખવાની ફરજ. 
- તેને ત્યાં છોકરા થાય તો તેનું પણ ધ્યાન રાખવાની ફરજ. વારે તહેવારે મીઠાઈ, કપડા અને રમકડા આપવાની ફરજ. 
- ત્યાર સુધીમાં તમે આરામથી ૫૦-૫૫ વર્ષના થઇ ગયા હશો અને બહુ ભાગદોડી નહિ કરી શકો બરાબર ને !
- જો દીકરાની વહુ સારી હશે તો તમને સાચવશે નહીતર તમારે કોઈ આશ્રમ માં અથવા કોઈ ઘરના એક ખૂણામાં બેસી રહેવું પડશે. દીકરાની સામે નહિ થવાય.

આ બધી વસ્તુઓનું ક્યારેય તમે મૂલ્યાંકન કર્યું છે ? તમને ખબર છે તમારી જિંદગી માં હવે કેટલા વર્ષ બાકી છે ? કેટલા વર્ષ સુધી તમે ભાગદોડી કરી શકશો?  તેનું મૂલ્યાંકન કરો જિંદગીમાં જો સુખી થવું હોય તો.

No comments:

Post a Comment