June 15, 2011

આજે મોંઘવારી કોને નડે છે?


આજે મોંઘવારી કોને નડે છે? આ પ્રશ્ન મેં અનેક લોકોને પૂછ્યો. જેમ કે પહેલા મેં રીક્ષાવાળાને પૂછ્યો એમને કહ્યું સાહેબ અમારે તો ગેસના ભાવવધારા સામે તકલીફ છે બાકી આજે તમામ વસ્તુઓમાં મોંઘવારી તો છે જ ને. છોકરાને સ્કૂલમાં બેસાડવાનો છે પરંતુ પ્રિન્સીપાલ કહે છે કે આ વર્ષથી ફીમાં ૨૦૦ રૂપિયાનો વધારો આવેલો છે તો તે ભરી દઈને પછી જ તમારા છોકરાને સ્કૂલમાં મોકલજો. હવે બોલો સાહેબ ભાડાની રીક્ષા ચાલવું છું અને રોજના ૨૫૦ રૂપિયા તો મારે રીક્ષાના માલિકને આપવાના હોય છે એમાંથી હું બચત કેવી રીતે કરું? 

એની વાત સાચી છે. સામાન્ય માનવી કોને જઈને કહે અમને મોંઘવારી નડે છે ? માત્ર બે દિવસ હડતાલ કરશે અને પછી ત્રીજા દિવસથી રેગ્યુલર રીક્ષા ચલાવશે. 

એ પછી મેં સ્કૂલના આચાર્ય ને પૂછ્યું તમને મોંઘવારી નડે છે સાહેબ? તેમને કહ્યું મોંઘવારી તો નડે પરંતુ છઠા પે કમિસનથી અમોને ઘણી રાહત છે. સ્કૂલમાં દરેક શિક્ષકોને સમજાવી દેવાનું કે કોને કેટલું ભણાવવાનું છે પછી કરોને આપને મજા. સરકાર કે શિક્ષણમંત્રી થોડા આપણને પૂછવા આવે છે કે તમે આજે કેવું, કોને અને કેટલું ભણાવ્યું? એ તો છોકરા ઉપર આધાર રાખે છે કે તેની ભણવાની શક્તિ કેટલી છે?

આ વાતચીત ઉપરથી એમ લાગે છે કે બધાને મોંઘવારી લાગે છે પરંતુ સમજાતી નથી. દરેક વ્યક્તિ પોતાને લાભ મળે એ માટે જ વાતો કરે છે. કેમ કે એમને ખબર છે આજે નહિ તો કાલે શાકભાજી અને ઘરવપરાશની વસ્તુઓના ભાવ વધી જશે અને એ પહેલા આપને આપનું ઘર ભરી લો. પરંતુ એમને ખ્યાલ નથી કે ઘરમાં વસ્તુઓ ભરી રાખવાથી તેનો વપરાશ હમેશા ઓછો થાય છે લાલચના અભાવે અને દુકાનદારોને એમ લાગે છે કે વસ્તુઓની અછત છે માટે એ વસ્તુના ભાવ વધારી નાખે છે. જેમ કે ઉપરની વાતમાં સ્કૂલવાળાઓએ ફી માં અચાનક વધારો કરી દીધો કેમ ? કારણકે તેમના ખર્ચા વધે છે માટે. શિક્ષકોનો પગાર નથી વધતો.

એક વસ્તુની ખબર પડી ગઈ કે જો આપને જીવનમાં આગળ વધવું હોય તો આપને જ જવાબદાર રહીશું. કોઈ પણ વ્યક્તિ મદદ કરવા નહિ આવે. આજ માટે આ અનુભવ ખુબ જ મોટો પુરવાર થઇ પડે છે.

No comments:

Post a Comment