ગઈકાલે સાંજે ઘરે જતી વખતે રીક્ષામાં બેઠો અને એ રિક્ષાવાળા એક વૃદ્ધ કાકા હતા. અમે આશ્રમ રોડ થી નીકળ્યા અને ગુજરાત કોલેજ જતા જતા પરિમલ ગાર્ડેન પહેલા એક પાઈનેપલ વેચનાર માણસ ઉભો હોય છે. તેની પાસેથી એકાંતરે પાઈનેપલ લેવાનો મારો રોજનો ક્રમ.
પરંતુ ગઈકાલે સાંજે જતી વખતે મેં એ રિક્ષાવાળા કાકાને પાઈનેપલનું જ્યુસ પીવડાવ્યું. એ કાકા ગદગદિત થઇ ગયા અને કહ્યું કે દીકરા તારું ઋણ હું કઈ રીતે ચૂકવીશ? મારા પોતાના દીકરાએ પણ મને ક્યારેય જ્યુસ નથી પીવડાવ્યો.
એ જાણીને મને ઘણું દુખ થયું પરંતુ આજ જિંદગી છે. જે પોતાના નથી એ જ કરે છે અને જે પોતાના છે એ બીજાને શીખવાડે છે કે મદદ કેમ કરવી. ઘણી વખત મને એમ થાય કે શા માટે વૃદ્ધ લોકો નોકરી કે ધંધો કરતા હશે? આ લોકોને આ ઉમરમાં ભગવાન નું નામ અને ભક્તિ કરવાની હોય છે પરંતુ ઘરની જવાબદારી અને ક્યારેક માથા ઉપરનું ભારણ તેમને આ નોકરી કરવા પ્રેરે છે...
No comments:
Post a Comment