વાતચીતના વ્યવહારની કળા કે જે આજના જમાનામાં ખુબ જ જરૂરી છે તેને આજે લોકો ખુબજ ઓછુ મહત્વ આપે છે. મને યાદ છે જયારે મેં હાર્વર્ડ બીઝનેસ મેગઝીનનું લવાજમ ભર્યું ત્યારે તેમનો એક ખુબ જ સરસ પત્ર આવ્યો કે તમારો આભાર કે તમે અમારા મેગઝીનને પસંદ કર્યું.
ત્યારબાદ મેં એમને એક પત્ર મોકલ્યો કે મને તમારી વ્યવહારની કળા ખુબ જ ગમી અને મને લવાજમ ભરતા ખુબ જ આનંદ થાય છે. થોડા દિવસ પછી મને એક પત્ર પાછો મળ્યો જેમાં લખ્યું હતું કે અમારાથી ભૂલમાં તમારું સરનામું ખોવાઈ ગયું છે તો તમને વિનંતી કરવાની કે ફરીથી તમો મોકલાવી શકો કે કેમ ? અમો આ સાથે તમને એક વળતો પત્ર પણ મોકલીએ છીએ જેથી તમારે ટિકટ માટે પૈસા ના ચુકવવા પડે.
મને ખુબ જ આનંદ થયો કે આવી સર્વિસ જો દરેક વ્યક્તિને મળે તો આજે કોર્ટમાં કોઈ વ્યક્તિ ના જાય.
No comments:
Post a Comment