June 16, 2011


નવું પરણેલું યુગલ એક વૃદ્ધ દંપતીને ત્યાં પેઈંગ ગેસ્ટ તરીકે રહે છે. યુવાન પત્ની હંમેશાં પેલી વૃદ્ધાના ગળામાં હાર જોઈ દુખી થતી રહે છે. એ વિચારે છે કે કાશ, મારી પાસે પણ આવો હાર હોત તો હું પણ દુનિયાની સૌથી સુખી સ્ત્રી હોત. બીજી બાજુ પેલી વૃદ્ધા આ યુવતીની સુંદરતા પર મોહિત હતી. એને થતું કે આ યુવતી જેવું સૌંદર્ય મારી પાસે હોત તો હું દુનિયાની સૌથી સુખી મહિલા હોત. 

એ યુવક એ વિચારીને દુખી રહેતો કે એની પાસે પેલા વૃદ્ધ જેટલા પૈસા નહોતા. વૃદ્ધ એ વાતે દુખી રહેતો કે મારા માથા પર પણ પેલા યુવક જેવા કાળા ભમ્મર વાળ હોત તો કેવું સારું થાત! જ્યાં જુઓ ત્યાં ચીજો મેળવીને સુખી થવાની લાલસા છે, કારણ કે ખુદની અંદર કેટલી ખુશી ભંડારાયેલી છે તેની જાણ નથી. ટેલમન્ડે પોતાના એક પ્રસિદ્ધ કવોટમાં કહ્યું છે કે અમીર હોવાની વ્યાખ્યા શું છે? અમીર એ જ છે, જે પોતાની પાસે છે એ ચીજોમાં ખુશ રહે છે.

તમે મનને પ્રસન્ન કરવા ઇચ્છતા હો તો એ ચીજોની યાદી બનાવો જે તમને ખૂબ આકર્ષે છે, પણ ઓફિસે મોડા ન પહોંચવાના ચક્કરમાં તમે એની સામે આંખ આડા કાન કરી દો છો. ક્યારેક મન ઉદાસ હોય ત્યારે એવી જગ્યાએ નીકળી પડો જ્યાં તમને માનસિક શાંતિ મળે છે. એ શહેરની કોઈ જગ્યા, જંગલ, નદીનો કિનારો, પિકનિક સ્પોટ કશું પણ હોઈ શકે. અરે, તમારા ઘરનો બાથરૂમ પણ હોઈ શકે. તમારી ભીતર ડોકિયું કરો અને મનોમન કોઈ મસ્ત મજાનું ગીત ગણગણતા રહો... 

No comments:

Post a Comment