June 16, 2011

જો આપણે માનવ સંસ્કૃતિનાં ઊંડાણમાં જઈશું તો સમજાશે કે યાત્રા જ એ બાબત હતી, જેના થકી માનવસમાજ વિકાસ સાધી શક્યો. માણસોના સમૂહ-કબીલા આખી પૃથ્વી પર ઘુમ્યા કરતા. એક મહાદ્વીપથી બીજા મહાદ્વીપ સુધી - નદીઓ, પહાડો, રણ, ગાઢ જંગલોને ચીરતો માણસ, એક પછી એક સદી. હજારો વર્ષોના અંતરાલમાં ફેલાયેલી માણસની આ યાત્રાઓએ આખી પૃથ્વી પર વિજ્ઞાન અને વિચાર, વેપાર અને ઉત્પાદન, સંસ્કૃતિ અને મૂલ્યોનો ફેલાવો કર્યો, એને સમૃદ્ધ બનાવ્યાં. અલબત્ત, આ યાત્રાઓ હંમેશાં સકારાત્મક ન રહી શકી. આ યાત્રોઓને લીધે જ વસાહતો બની, જાતિઓના સંહાર થયા, યુદ્ધો થયાં, વિઘ્વંસ થયા. પણ આ બધો ઈતિહાસ હતો, જે પસાર થઈ ગયો. 

No comments:

Post a Comment