June 16, 2011


આપણા દેશના મઘ્યમવર્ગની વિટંબણા એ છે કે છેલ્લા બે-અઢી દાયકામાં એનું ભૌતિક જીવન જેટલું સુરક્ષિત અને મજબૂત બનતું ગયું, એટલું જ તેનું મન-મસ્તિષ્ક સંકુચિત અને સંકીર્ણ થતું ગયું. તેની યાત્રાઓ એક તરફ મોલ-મલ્ટિપ્લેકસ સુધી અને બીજી બાજુ કર્મકાંડો સુધી સીમિત થઈ ગઈ. જીવનનો અર્થ ક્યાંક ખોવાયો છે.આ ખોવાયેલા અર્થની શોધ કરવી જ પડશે. 

ઉપભોક્તા બનીને નહીં, પણ મનુષ્ય બનીને નવેસરથી જીવતાં શીખવું જ પડશે. સંસ્કૃતિ અને મૂલ્યોના નષ્ટ થઈ ચૂકેલા અઘ્યાયો વાંચવા પડશે. એટલું જ નહીં, એને નવું રૂપ અને નવા અર્થ પણ આપવાં પડશે. એક નવી યાત્રાનો પ્રારંભ કરવો પડશે. આ સંસાર વિરાટ છે અને પૃથ્વી વિપુલ છે. તેને જાણવાં એટલે જ પોતાની જાતને જાણવી. જીવન આપણાં વ્યક્તિત્વની બહાર ઘણું વિસ્તરેલું છે. આપણે ઇરછીએ કે આપણી યાત્રાઓ જીવનના આ વિસ્તારો સાથે આપણું સંધાન કરે.

No comments:

Post a Comment