June 16, 2011


ઘણીવાર લોકો એવી વાત પર દુખી થતા હોય છે, જેનું જીવનમાં કંઈ ખાસ મહત્ત્વ નથી હોતું. બસ મોડી આવે ને માણસ દુખી થઈ જાય, પરીક્ષામાં સારા માકર્સ ન આવે ને હતાશ થઈ જવાય, બોસે અપમાન કર્યું ને માનસિક શાંતિ હણાઈ જાય. આવું તે વળી કેવું? આપણે તો મનની શકિતનો મહત્તમ ઉપયોગ કરવો રહ્યો. પેલા માણસે ફક્ત અગિયાર વર્ષની ઉંમરે જીવન જીવવાની આ કળા શીખી લીધી હતી.

મોટે ભાગે લોકો એવું વિચારતા હોય છે કે આનંદ એ વાત પર નિર્ભર કરે છે કે તમે શું મેળવ્યું અને શું મેળવી શકો તેમ છો. તેઓ વિચારે છે કે એક બંગલો હશે, કાર ખરીદવાની તાકાત હશે કે સારી નોકરી મળશે તો જ હું ખુશ રહી શકીશ, પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણી પાસે જે છે એ પણ કંઈ ઓછું નથી.

No comments:

Post a Comment