June 16, 2011


શું તમે ક્યારેય અનુભવ્યું છે કે તમે અંદરથી પ્રસન્ન હો છો ત્યારે બહાર પણ પ્રસન્નતા ફેલાવતા હો છો? જ્યાં સુધી તમારા હૃદયમાં પ્રસન્નતાની લહેર દોડતી નથી ત્યાં સુધી તમે આનંદ અનુભવી શકતા નથી. સકારાત્મક મન પોઝિટિવિટી ફેલાવે છે. તમે મનની રોશની જોઈ શકવામાં સક્ષમ થઈ જશો, તે દિવસે તમે પરિસ્થિતિઓનું સાચું મૂલ્યાંકન કરતાં પણ શીખી જશો. અત્યાર સુધી તમે આંખ આડા કાન કરતા હતા તે પરિસ્થિતિ તમને હવે સમજાવા માંડશે. મનની આ જ ખરી શકિત છે, જે જોવા માટે આંખોની જરૂર પડતી નથી હોતી. જ્યારે તમે તમારા મન અને જાતને ઓળખતા થઈ જશો તો તમારો બધો ડર, ચિંતા અને ખચકાટ નીકળી ગયાં હશે. 

તમે અનુભવશો કે મન અને દિલમાંથી ભ્રમનું ધુમ્મસ સાફ થઈ ગયું છે. મનની શકિત તમને વિપરીતમાં વિપરીત પરિસ્થિતિમાં બહેતર દેખાવ કરવાની પ્રેરણા આપે છે. એક યુવક અકસ્માતમાં પોતાનો જમણો પગ ગુમાવી ચૂક્યો હતો, પણ તેનું જીવન ખુશાલીથી ભરેલું છે. લોકો એને આશ્ચર્યથી જોતાં, કારણ કે એની ખુશી આસપાસના લોકો અનુભવી શકતા હતા. તે શા માટે આટલો ખુશમિજાજ રહી શકતો હતો? એને સાઈકલ ચલાવવી અત્યંત ગમતી. આને લીધે જ એક ટ્રક અકસ્માતમાં એ પોતાનો પગ ગુમાવી બેઠો. આપવીતી યાદ કરતાં તે કહે છે, ‘મને જ્યારે ખબર પડી કે મારો પગ કાપી નાખવામાં આવ્યો છે ત્યારે હું હતાશામાં સરી પડ્યો પણ ત્યારે મારી અંદરથી એક અવાજ આવ્યો. 

તે વખતે હું માત્ર અગિયાર વર્ષનો હતો. મારું મન કહેતું હતું કે હતાશામાં સરી પડવાથી કે દુખી થવાથી પગ ક્યારેય પાછો નથી આવવાનો. ઈશ્વર, તેં મને એક પડકાર આપ્યો છે અને એનો હું સ્વીકાર કરું છું. હું ખુશ છું કે દુનિયાને વધુ સારી બનાવવા હું જીવિત રહ્યો છું. હોસ્પિટલમાં મારા માતા-પિતા મને આશ્વાસન આપી રહ્યાં હતાં ત્યારે દ્રશ્યઢતાથી મેં કહ્યું કે આ હકીકત હું કયારની સ્વીકારી ચૂક્યો છું, તમે પણ હવે આ વાતને સ્વીકારી લો.’

No comments:

Post a Comment