June 16, 2011


તમારા જન્મદિવસે મળેલી દરેક ભેટ યાદ કરો. એમાંની કઈ ભેટને અત્યાર સુધીની શ્રેષ્ઠ ભેટ માનો છો? હવે એ તમામ પ્રેમથી લથબથ પત્રો યાદ કરો, જે તમારા સ્વજનોએ તમને લખ્યા હતા. એ શબ્દોને યાદ કરો, મહેસૂસ કરો કે કઈ ચીજે તમને વધુ ખુશી આપી હતી. કોઈ મોંઘી સોગાદે કે પછી પેલા શબ્દોએ. જવાબ બધાને ખબર છે.

આ વાત આપણે અનેક વાર અનેક ઉદાહરણ દ્વારા સમજી ચૂક્યા છીએ, પણ આપણું હઠીલું મન માને તોને? મનના રહસ્યને સમજવાનો એક જ નિયમ છે. મનનો અભ્યાસ કરો. શરૂઆત પ્રેમ, પ્રામાણિકતા કે આસ્થા જેવી જીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવતી લાગણીથી કરી શકાય. ચાલો, સમજવા માટે પ્રામાણિકતાના ગુણને ઘ્યાનમાં લઈએ. તમારા જીવનની તમામ એ પળોને યાદ કરો જેમાં તમે ઈમાનદાર કે સ્પષ્ટવક્તા નથી રહ્યા. તમે અનુભવશો કે એ દરમિયાન તમે ખાસ્સા અસ્વાભાવિક બની ગયા હતા. 

હવે એ પળોને યાદ કરો જેમાં કોઈ બાબતે તમે ઈમાનદાર રહ્યા હો. તમે અનુભવશો કે એ વખતે તમારો આત્મવિશ્વાસ ઉચ્ચતમ સ્તર પર હતો. તમે ઈમાનદારીને જગ્યા આપી અને તમારાં આશ્ચર્ય વચ્ચે આત્મવિશ્વાસ મફતમાં મેળવ્યો. એનાથી મોટો ફાયદાનો સોદો કયો હોઈ શકે? મન બસ એટલું જ ઈરછે કે લાગણીઓને મૂળથી સીંચવામાં આવે. વિશ્વાસ રાખો, તમે બધાનો દ્રોહ કરી શકશો પણ ખુદનો નહીં. ઈશ્વરે આ મનને એવી રીતે બનાવ્યું છે કે તમે જેને પ્રેમ કરતા હો એના વગર રહી નથી શકતા. આપણે બધા મન અને આત્માથી એકબીજા સાથે જોડાયેલા છીએ. 

No comments:

Post a Comment