આપણો દેશ સમસ્યાઓથી ધેરાયેલો છે. શિક્ષિત મઘ્યમવર્ગના લોકો ભ્રષ્ટાચારને મુખ્ય સમસ્યા કહે છે. જાણે કે ભ્રષ્ટાચાર ખતમ થતાં જ રાજનીતિ અને વ્યવસ્થા બરાબર પાટે ચડી જશે અને દેશ વિકાસના રાજમાર્ગ પર દોડવા માંડશે. આ શિક્ષિત મઘ્યમવર્ગ કરતાં થોડા વધુ જાગૃત અથવા ક્રાંતિકારી ઝોકવાળા લોકોની નજરે દેશની મુખ્ય સમસ્યા અસમાન વિકાસ છે. આ અસમાનતા દૂર થતાં જ બધું બરાબર થઈ જશે, એમ એમને લાગે છે.
દેશની સમસ્યાઓનું પોસ્ટમોર્ટમિયા પૃથક્કરણ કરતો આ શિક્ષિત મઘ્યમવર્ગ પોતાનાં રાજકીય ઝોક અને સમજના આધારે બધી સમસ્યાઓનાં ઢગલાબંધ કારણો પણ શોધી કાઢે છે. આ કારણો મોટે ભાગે સાચાં કે અડધાં સાચાં તો લાગે જ છે. આ કારણોની દિશા કોઈ રાજકીય પક્ષ કે નેતાને દોષી ઠેવરવા ભણીની હોય છે.
No comments:
Post a Comment