June 16, 2011


પ્રેમ સાથે જોડાયેલી દરેક ચીજ, દરેક વાત પોતાનાં સમય અને પરિસ્થિતિમાંથી જ ઉત્પન્ન થાય છે. પ્રેમનો એક નિશ્વિત દેશ-કાળ હોય છે. એ અલૌકિક પણ હોય છે - એ અર્થમાં કે એ પ્રેમ કરનારા દુનિયાની ઘણી સીમા અને ક્ષુદ્રતાથી ઉપર ઉઠાવવાની શક્તિ ધરાવે છે. 

એક લેખકે લખેલું કે ‘પ્રેમ એક સર્વોપરી તીવ્ર ભાવના છે.’ સાથે જ એમણે એ પણ ઉમેરેલું કે આપણી સભ્યતાએ એવા માણસનું નિર્માણ કર્યું છે, જે પ્રેમ જેવી તીવ્ર અને સઘન ભાવનાને ધારણ કરી શકવા અસમર્થ છે.

No comments:

Post a Comment