June 16, 2011


પ્રેમની કોને ખબર કેટલી વ્યાખ્યા કરવામાં આવી છે, કોને ખબર કેટલી પરિભાષામાં એને બાંધવાની કોશિશો થઈ છે પરંતુ પ્રેમ પોતાના તાત્વિક રૂપમાં છે શું? મીરાંબાઈ માટે એ કૃષ્ણ સુધી પહોંચાડતી ભાવનાત્મક તન્મયતાની કેડી છે. પ્રસાદ માટે એ ઘનીભૂત વેદના છે, કીટ્સ માટે એ સત્ય અને સૌંદર્ય છે, દાન્તે માટે એ અસ્તિત્વ અને ચેતનાને ઉચ્ચતર સ્તર પર લઈ જતો માર્ગ છે, રવીન્દ્રનાથ માટે પ્રકૃતિની સઘન અનુભૂતિ છે, ઘણા બધા માટે તે એક પૂરી જીવનયાત્રા છે, શોધ છે. સમાન વિચારવાળા બે જણ માટે એ સમાન ભૂમિકાએ આદાનપ્રદાન છે...

પ્રેમ કવિતા છે, કળા છે, દર્શન છે, જીવન છે. પ્રેમનાં અગણિત રૂપો છે, પાસાં છે. બર્ટાડ રસેલે કહ્યું કે પ્રેમ જ એમના જીવનની મુખ્ય ચાલકશક્તિ રહ્યો છે. એરિક ફ્રોમે એને જીવનની અર્થપૂર્ણતાનું પરિણામ ગણાવ્યો છે. એંગલ્સ કહી ગયા છે કે વર્ગોમાં વહેંચાયેલા સમાજમાં નર-નારીનો પ્રેમ પણ અસમાનતા અને શોષણનું જ એક રૂપ હોય છે...

No comments:

Post a Comment