June 16, 2011

એક વાત સુનિશ્વિત છે કે બાળપણથી મનુષ્યમાં પ્રેમ કરવાની અને પ્રેમ પામવાની તીવ્ર ઝંખના હોય છે. વ્યક્તિનું કૌટુંબિક-સામાજિક વાતાવરણ એવું હોવું જોઈએ કે પુરુષની તેમ જ સ્ત્રીની આ ઝંખનાનો સ્વસ્થ અને સંપૂર્ણ વિકાસ થઈ શકે. તો જ સ્ત્રી-પુરુષ પરસ્પર સહચર્યવાળા એ ગહન પ્રેમનો અનુભવ કરી શકશે - જેને માણસે પોતાની વિકાસયાત્રામાં બચાવી તો રાખ્યો છે, સાથોસાથ એને વિકસાવ્યો પણ છે. આજના જીવનનું સત્ય એ છે કે એક શિશુ પુખ્ત થાય ત્યાં સુધીમાં એની આ ઝંખના નકારાત્મકરૂપે પ્રભાવિત થાય છે. પ્રેમ પ્રેમ ન રહેતાં જાતજાતનાં બંધન, તોડ-જોડ, સત્તા-સંબંધ, અસુરક્ષા, ઉથાપન વગેરેની એક અભિવ્યક્તિ બની રહે છે.

No comments:

Post a Comment