June 13, 2011


આજે તો ૨૧મી સદીમાં ઠેરઠેર બ્રેઈન પાવર સુપ્રીમ છે. ઈન્ફર્મેશન - ટેકનોલોજિકલ જ્ઞાન - માહિતીની બોલબાલા છે. ઈન્ટરનેટ માહિતીના ડુંગર ખડકે છે. આજનો યુવક મળવા પછી જશે પરંતુ મોબાઈલ થાકી પહેલા કહેશે કે હું આવું છે તને મળવા માટે. આજે હું જોઉં છું કે ચારેકોર માનવી શક્તિશાળી બનવાને બદલે ખાનપાન, અતિજ્ઞાન, અતિમનોરંજન અને ભોગવિલાસમાં તેની મૂલ્યવાન શક્તિ ગુમાવે છે. આપણે નવી શક્તિ પેદા કરતા નથી એટલે શક્તિના સ્રોતનો પણ ભુંસાડિયો વળી જશે. દેખીતી રીતે લાગે કે પાવર ઉપર લખવું તો બહુ સહેલું છે પણ જેમ પાવર મેળવવો અઘરો છે અને તપસ્યા માગી લે છે, તેમ પાવરની આજુબાજુનાં તમામ તત્ત્વો જાણવા કિઠન છે. આજે તો ‘પાવર’ શબ્દ જાણે ગુજરાતી બની ગયો છે.

ખરેખર તો દિમાગ, પ્રતિભા, ઓજસ અને ખાસ તો પ્રભુતા પ્રાપ્ત કરવા ઈશ્વરે તમારામાં જે છૂપી શક્યતા રોપી છે તેનું સંવર્ધન અને વૃદ્ધિ કરવાં જોઈએ. મારી પાસે ૨૫,૦૦૦થી વધુ પુસ્તકોની ‘પાવરફુલ’ લાઈબ્રેરી છે. તેમાં પાવરને લગતાં એક ડઝન પુસ્તકો છે. હું કોલેજમાં પૂરી થતાં વડોદરાથી વેકેશનમાં મારે વતન પાછો ફરતો અને ગ્રામપંચાયતમાં કંઈક મારું ડહાપણ ડહોળતો ત્યારે કેટલાક વડીલો ટોણો મારતા કે ‘જોને, આ ટેણિયો ભણ્યો એટલે બહુ પાવર મારે છે.’ આ ટોણો જ આ લેખનો મર્મ આપી દે છે. ગુજરાતી ભાષામાં અવારનવાર ‘જોને મારો હાળો કેવો પાવર મારે છે?’ એવો પ્રયોગ થતો હોય છે. માણસ ક્યારે પાવર મારે? તેની પાસે ધન હોય ત્યારે. આજે તો જ્ઞાન હોય તે સૌથી વધુ ‘પાવર મારી’ શકે છે!

આજે તો ૨૧મી સદીમાં ઠેરઠેર બ્રેઈન પાવર સુપ્રીમ છે. ઈન્ફર્મેશન - ટેકનોલોજિકલ જ્ઞાન - માહિતીની બોલબાલા છે. ઈન્ટરનેટ માહિતીના ડુંગર ખડકે છે. હમણાં મારી પાસે કેતન જે. પટેલનું પુસ્તક ‘ધ માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ -પાવર, પર્પઝ એન્ડ પ્રિન્સિપલ’ નામનું પુસ્તક આવ્યું છે. ગોલ્ડમેન સાકસ નામની મલ્ટિનેશનલ ઈન્વેસ્ટમેન્ટ કંપનીનો મની પાવર વધારવા કેતન પટેલ તેને સ્ટ્રેટેજીનો પાવર આપે છે. આ કેતન પટેલ શું કામ અબજપતિ થયા છે? તેમણે સતત જ્ઞાન મેળવીને અને તેની વૃદ્ધિ કરી બુદ્ધિને સતેજ કરવા યોગ, કવિતા, પેઈન્ટિંગ અને ડ્રોઈંગની કળા વિકસાવી. 

દરકે જગ્યાએ તમને આજે જ્ઞાન નો મહિમા સમજવા માટે મોટા મોટા મેનેજમેન્ટ ગુરુઓ પોતાની હાટડી ખોલીને બેસી ગયા છે. આપણે મેનેજમેન્ટના પુસ્તકો વાંચીશું પરંતુ ક્યારેય એને સમજવાનો પ્રયત્ન નહિ કરીએ કેમ કે તેના માટે તો અનુભવ જોઈએ ભાઈ જે આપની પાસે નથી તેવું આપને સમજી ગયા છીએ. પરંતુ એક વસ્તુ યાદ રાખજો કે ભૂતકાળ તમારી પાસે નહિ હોય પરંતુ વર્તમાન અને ભવિષ્યકાળ તો તમારો જ છે. 

No comments:

Post a Comment