June 13, 2011

સત્તાની સરખામણી સમ્માન સાથે થઇ શકે ખરી?


હું નાનો હતો ત્યારે મારા પપ્પાએ મને કહેલું કે બેટા હમેશા સ્વમાનની લાગણી સાથે જીવન જીવીશ તો અંદરથી આત્મા શુદ્ધ થશે. આજે તેમની આ વાત મને જયારે અમલમાં મુકું છું ત્યારે સમજાય છે. જજીસ બંગલો પોલીસ વિસ્તારમાં બેઠા બેઠા મને એક જ વિચાર આવ્યો કે આજના માણસમાં ધીરજનો આભાવ કેમ ખૂટે છે? કેમ આજે તેમની પાસે વયક્તિગત ધોરણે વાત કરવાનો પણ સમય નથી. કેમ કે આજના માણસને ભાગવું છે. દરેક ઈચ્છાઓ પૂરી કરવી છે. સમાજમાં મોટી નામના લેવી છે. પરંતુ એ પગથીયાનું શું કે જેના હિસાબે એ ઉપર ચડીને આગળ આવ્યો છે ?


મેં ઘણી વાત રવીન્દ્રનાથ ટાગોર નું ગીત સાંભળ્યું છે "એકલા ચાલો રે" કે જેનું હિન્દી ગીત "ચલ અકેલા, ચલ અકેલા.. ચલ અકેલા." થાય છે. મુકેશ નું ગયેલું આ ગીતનો ભાવાર્થ એ થાય છે કે જીવનમાં મગજને સતત સતેજ રાખવા ખૂબ જાણો અને ખૂબ વાંચો. થોડું તમને લાગશે કે આ શું ? મતલબ ના સમાજ પડ્યો બરાબર ને ? પણ હું તમને ભવિષ્યનું જોઈ ને જાણવું છે કે જીવનમાં કોઈનો હાથ પકડીને ચાલવા કરતા થોડી વારે પડી જાઓ તો આગળનો રસ્તો ખબર પડશે. 

હમેશા યાદ રાખો. અકબર ના બનવું. જો બનવું જ હોય તો બીરબલ બનો. ચતુરાઈ બીરબલ ની વખણાતી. અકબર ની નહિ. 

No comments:

Post a Comment