June 13, 2011


લોકશાહીના જમાનામાં આજે કોણ મેનેજમેન્ટ ને પૂછે છે? આજના પોલીટીકલ નેતાઓ અને તેના રાજકારણીઓ એ આ દેશમાં ભ્રષ્ટાચાર વધારી દીધો છે. મને યાદ છે એ દિવસ જયારે મેં સાંભળ્યું હતું કે મેનેજમેન્ટ કેમ કરાય તે હવે પુસ્તકિયું જ્ઞાન નથી પરંતુ તમારી આજુ બાજુમાં થતી પ્રવુતિથી ખબર પડી જશે. આજે મેનેજમેન્ટ નિષ્ફળ ગયું છે. એ પછી સરકારી હોય કે કોર્પોરેટ કક્ષાનું. 

કંપનીઓને ખુબ જ મોટા પાયે થતા નફામાં રસ હોય છે જયારે નેતાઓને આ કંપનીમાંથી કેમ કરીને પૈસા લેવા અને તેને લાયસન્સ આપવું તેમાં રસ વધારે હોય છે. કેટલાક ઉદાહરણ જોઈએ.

- રાજકોટમાં કેટલાક વિસ્તારોમાં પાણી નથી મળતું પરંતુ ત્યાની ભક્તિનગર વિસ્તારમાંની કેટલીક કંપનીમાં મફતના ભાવે પાણી આપવામાં આવે છે. શા માટે?

- આજે બાળકોના અપહરણ અને તેના મૃત્યુ વિષે કોઈ ને કશી જ પડી નથી. અમારે તો માત્ર ગુજરાતની પ્રગતિ જ જોવી છે. વ્યક્તિગત માણસ શું કરે છે તેની સાથે અમારે શું લેવા દેવા?

- ઓછા માર્ક્સ આવવાના પરિણામે આજે બાલકો અને યુવાનો આત્મહત્યા કરે છે. તેની તપાસ કરવાને બદલે જો આપની અભ્યાસની સીસ્ટમ બદલવામાં આવે તો આજે આપને આ વસ્તુ ના જોવી પડે. 

- મોટા મોટા શોરૂમ આજે ખાલી પડેલા છે. શા માટે ? કેમ કે માણસો પાસે આજે પૈસા નથી. એક દિવસનું ભેગું કરવા માટે આજનો માણસ આવતા ૧૫ વર્ષનું વિચારે છે.  કેમ આજે કોઈ મધ્યમવર્ગને મકાન નથી મળતું ? શા માટે આજે છોકરીઓનું શોષણ થાય છે ? 

આના માટે તપાસ સમિતિની નિમણુક ના કરાય. એ જાતે જ કરવું પડે. 

No comments:

Post a Comment