આજે દરેક કંપનીમાં પ્રવેશ લેતા પહેલા એ જાણવું ખુબ જ જરૂરી છે કે પોતાની લાયકાત પ્રમાણે નું કામ કંપની આપે છે કે નહિ. મારા એક મિત્ર હમણાજ એક બહુજ પ્રખ્યાત કંપનીમાં જોબ મળવાથી ખુબ જ ખુશ હતો. નવા સપના અને ઉમંગ લઇ ને તે પોતાના પ્રથમ દિવસે હાજર થયો.
થોડા દિવસો ગયા પછી તેને ખબર પડી કે અહિયાં તો મારા લાયક કશું કામ જ નથી. જયારે એને તેના ઉપરી અધિકારી ને જાણ કરી તો તેને ખબર પડી કે માત્ર કંપનીએ તેની ભરતીની પ્રક્રિયા પૂરી કરવા માટે જ તેની નિમણુક કરેલી. તેને ભયંકર આધાત લાગ્યો અને તેને છેવટે રાજીનામું આપી દીધું.
આ માત્ર એક કે બે કંપનીમાં નથી થતું. દરેક કંપનીની આ લાચારી છે.
"હાથી ના દાંત દેખાડવાના જુદા ને ચાવવાના જુદા."
તેમાં મુખ્ય ફાળો એ કંપનીએ કરેલું પ્લાન્નીંગ અને તેની વ્યૂહ રચના ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે.
No comments:
Post a Comment