May 2, 2011

આજે જાણી ને ખુબજ આનંદ થયો કે કે વી કામથ કે જેઓ આઈ સી આઈ સી આઈ બેંક ના વડા છે તેઓ એ ઇન્ફોસિસ જેવી કંપનીના ચેરમેન સ્વરૂપે આવી ગયા છે. તેમના મત પ્રમાણે એ પોતે ઇન્ફોસિસ ની કમાન સાંભળી શકશે પરંતુ નારાયણ મૂર્તિ નહિ બની શકે. ખુબ જ મહેનત પછી નારાયણ મૂર્તિની ઉતારોધીકારીની ખોજ કરવામાં ઇન્ફોસિસ સફળ થયું છેં.

ખુબ જ સાદાઈ પૂર્વક જીવન જીવનાર નારાયણ મૂર્તિ આજે કોર્પોરેટની દુનિયામાં શક્તિશાળી માણસ ગણાય છે. ટીપે ટીપે સરોવર ભરાય, એવી મનોવૃત્તિ રાખનાર નારાયણમૂર્તિ આગામી દિવસો માં નિવૃત થાય છે. એવું કહેવાય છે કે ગાંધીજી તો માત્ર ગાંધીજી જ બની શકે. બીજા નહિ. તેજ પ્રમાણે નારાયણમૂર્તિ એ માત્ર ઇન્ફોસિસ ને ધબકતું રાખવા માટે પોતે જાતે પ્રયત્નો કરવા પડશે જ.

No comments:

Post a Comment