આજકાલ કંપનીઓના ઉતરોઅધિકlરિનિ ચર્ચા ખુબ જ પુર જોશમાં ચાલુ છે. દરેક કંપની ને પોતાની પ્રોડ્કત ટકાવી રાખવા માટે અલગ અલગ વ્યૂહરચના અપનાવવી પડે છે. આ વ્યૂહરચના તેમના ટોચના અધિકારીઓ દ્વારા રચવામાં આવે છે. પરંતુ જો તે વ્યૂહરચના ઘડનાર માનસ નિવૃત થઇ જાય અથવા કંપની બદલે તો તમામ જવાબદારી તેનાથી નીચલા વર્ગના કર્મચારી માથે આવી જાય છે અને શરુ થાય છે કંપની માં એક બદલાવનું વાતાવરણ.
થોડા સમય પહેલા વાંચેલું કે રતન તાતા નું અનુગામી કોઈ મળતું નથી. ખુબજ આશ્ચર્ય થયું કે આવડી મોટી તાતા જેવી કંપનીને ચલાવવા માટે કોઈ વ્યવસ્થિત માણસ મળતો નથી. આનાથી એક વાતની ખાતરી થઇ કે કોર્પોરેટ બજાર માં યોગ્ય વ્યક્તિની અછત છે. પરંતુ શા માટે આવું થાય છે? કર્મચારીને સાચવતા નથી આવડતા કે પછી તેને યોગ્ય પગાર નથી મળતો?
આવા કેટલાય પ્રશ્નો છે કે જેનો ઉકેલ આવતા વર્ષો વીતી જાય છે.
No comments:
Post a Comment