ગુજરાતનો રિટેલ ગ્રોથ દેશના મોટા નવ શહેરોને ધ્યાનમાં લઈને જે ગ્રોથ છે એના કરતાં પાંચ ટકા ઊંચો રહ્યો છે. ફ્યુચર ગ્રૂપ ગુજરાતમાં રસના સાથે મળીને ફુડ પાર્ક સ્થાપવાની યોજના ધરાવે છે એમ ફયુચર વેન્ચર્સના સીએમડી કિશોર બિયાનીએ જણાવ્યું હતું. ફ્યુચર વેન્ચર R૭૫૦ કરોડનું R ૧૦થી R ૧૧ના પ્રીમિયમ ધરાવતા ભરણાં સાથે ૨૫મી એપ્રિલે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. આઈપીઓની જાહેરાત માટે અમદાવાદ આવેલા કિશોર બિયાનીએ જણાવ્યું હતું કે કંપની બેંગ્લોરમાં R ૧૪૦ કરોડના ખર્ચે ફૂડ પાર્ક સ્થાપી રહી છે.
કંપનીનું રિટેલ ક્ષેત્રે ફેશન, ફૂડ અને હાઉસ ફર્નિચર ક્ષેત્રે વધુ ફોકસ રહ્યું છે. વધતા ફૂગાવાની કેવી અસર થઈ છે અંગે તેમણે જણાવ્યું હતું કે હાલ અમે નોન ફૂડ ઇનફ્લેશનનો સામનો કરી રહ્યા છે. આ ફુગાવો ૧૨ ટકા સુધી વકર્યો છે અને તેને કારણે આંતરિક વસ્ત્રોના વેચાણને અવળી અસર જોવા મળી રહી છે. તૈયાર કપડાં ખાસ કરીને ફેશનેબલ વસ્ત્રોની માગ સારી રહી છે અને તે લોકોની વધેલી ખરીદશકિતને આભારી છે. ફુડ ક્ષેત્રે ન્યૂડલ્સ, બિસ્કિટ, કોનફ્લેકસ જેવી પ્રોડકટની માગમાં છેલ્લા કેટલાક વર્ષમાં અસાધારણ વધી છે. કંપની આધાર યોજનાને પણ વિકસાવી રહી છે. પંજાબ, મહારાષ્ટ્ર, હરિયાણા બાદ હવે ગુજરાતમાં આગળ ધપાવશે. કંપની આ માટે ફેન્ચાઇઝી મોડલને વિકસાવશે.
No comments:
Post a Comment