આ વર્ષના પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ભારતીય મૂળના અમેરિકન ડૉક્ટર સિદ્ધાર્થ મુખર્જીએ કહ્યુ છે કે મોબાઇલ ફોન અને મગજને પરસ્પર કોઈ જ સંબંધ નથી.
અત્યારે તો બન્નેને જોડનારી કોઈ નિર્ણાયક સંશોધન ઉપલબ્ધ નથી. કોલંબિયા યૂનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર મુખર્જીને કેન્સર ઉપર લખાયેલા તેમના પુસ્તક "ધ એમ્પરર ઑફ ઑલ મેલડીઝઃ એ બાયોગ્રાફી ઑફ કેન્સર"ને 2011ના પ્રતિષ્ઠિત પુલિત્ઝર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે.
- કેન્સરના કારણોને શોધવા એ કઈ ગણિતના સમિકરણોને સોલ્વ કરવા જેવા નથી
- કોઈ પણ સંશોધનમાં આ બન્ને વચ્ચે કોઈ સંબંધ હોવાનું પ્રમાણ નથી જોવા મળ્યું
તેઓએ નેશનલ પબ્લિક રેડિયોને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું "કેન્સરના કારણોને શોધવા એ કઈ ગણિતના સમિકરણોને સોલ્વ કરવા જેવા નથી, અને કેન્સરના કારણોની તપાસ કરવા માટેની કોઈ ચમત્કારિકપણે ફોર્મૂલા પણ નથી, કે જેનાથી બીમારીની ઓળખ થઈ શકે."
તેમના કહેવાનુસાર "કારસીનોઝન(કેન્સરના કારણોની તપાસ)ની ઑળખ એક પ્રક્રિયા સ્વરૂપે કરવામાં આવે છે, જે હકિકતમાં ડિટેક્ટિવનો કેશ ઉકેલવા જેવો લાગે છે. પાછલા બે દાયકાથી મોબાઇલ ફોનનો ઉપયોગ ખાસ્સો વધવા પામ્યો છે. જો મોબાઇલ ફોન ખરેખર કેન્સર વધારવાનું એક કારણ હોત, તો દિવસે દિવસે આ બીમારીની કુલ સંખ્યાની સાથે બ્રેઇન કેન્સરની સંખ્યામાં પણ વધારો થતો. કોઈ પણ સંશોધનમાં આ બન્ને વચ્ચે કોઈ સંબંધ હોવાનું પ્રમાણ નથી જોવા મળ્યું.
No comments:
Post a Comment