April 21, 2011

ભ્રષ્ટાચારમાં ભ્રષ્ટાચાર: સંજય ચંદ્રા 'અર્શ થી ફર્શ' સુધી

- સંજય ચંદ્રા 2જી સ્પેક્ટ્રમ ગોટાળામાં ધરપકડ કરાયેલા સૌથી હાઇ પ્રોફાઇલ કોર્પોરેટ

- સંજયની ધરપકડથી યુનેટિક અને યુનિનોરની જ નહીં પણ કોર્પોરેટ ઇન્ડિયાની ઇમેજ પર દાગ લાગ્યો.

- 2001માં યુનિટેક જોઇન્ટ કર્યું અને તેને બુલંદીઓ પર પહોંચાડયું.

- સંજયે યુનિટેક વાયરલેસ નામની કંપની બનાવીઅને ઓગસ્ટ 2007માં 2જી લાઇસન્સ મેળવ્યું

- ઓક્ટોબર 2008માં યુનિટેકે 60 ટકા હિસ્સો ટેલિનોરને વેચવાની જાહેરાત કરી.

- 2009માં 7000 કરોડ રૂપિયાની લોનના લીધે તેમની રિઅલટી કંપની યુનિટેક ચર્ચામાં હતી.

- 2009ના સત્યમ ગોટાળા બાદ આ બીજો સૌથી મોટો મામલો.

- સંજયે બિઝનેસ જગતના કામકાજની પદ્ધતિ અને તેના કોર્પોરેટ ગવર્નન્સ પર પ્રશ્નો ઉભો કર્યો છે.

યુનિટેકના મેનેજિંગ ડાયરેક્ટર સંજય ચંદ્રા 2જી સ્પેક્ટ્રમ ગોટાળામાં ધરપકડ કરાયેલા સૌથી હાઇ પ્રોફાઇલ કોર્પોરેટ છે. દેશના યંગ એન્ટરપ્રેન્યોર્સની લાઇનમાં આગળ રહેનાર સંજયની ધરપકડથી ફકત યુનેટિક અને યુનિનોરની પર જ નહીં પણ કોર્પોરેટ ઇન્ડિયાની ઇમેજ પર દાગ લાગી ગયો છે.

દેશની બીજા નંબરની સૌથી મોટી રિઅલ એસ્ટેટ કંપની યુનિટેકનું ટેલિકોમ સેક્ટરમાં પગરણ માંડવાનો નિર્ણય તેમના નસીબ માટે સારો રહ્યો નહીં. આ નિર્ણય કંપનીના જોઇન્ટ એમડી સંજય ચંદ્રાનો હતો, જેમણે 2001માં યુનિટેક જોઇન્ટ કર્યું અને તેને બુલંદીઓ પર પહોંચાડયું. પોતાના પિતા રમેશ ચંદ્રાની બનાવેલ કંપની યુનિટેકને ડાઇવર્સિફિકેશન માટે સંજયે ઘણા મહત્વકાંક્ષી નિર્ણય કર્યા અને તે જ તે ચૂકી ગયા. સંજયે યુનિટેક વાયરલેસ નામની કંપની બનાવીઅને ઓગસ્ટ 2007માં 2જી લાઇસન્સ મેળવ્યું. તે સમયે એ પણ પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે જે કંપનીને ટેલિકોમ સર્વિસ સાથે દૂર દૂરનો પણ સંબંધ નથી, તેને લાઇસન્સ મળ્યું કંઇ રીતે.

ઓક્ટોબર 2008માં જ્યારે યુનિટેક જાહેરાત કરી કે યુનિટેક વાયરલેસનો 60 ટકા હિસ્સો નોર્વેની ટેલિનોરને 6,120 કરોડ રૂપિયામાં વેચી રહી છે, તો આખા ટેલિકોમ સેકટરમાં તહેલકા મચી ગયો. લાઇસન્સ પ્રાપ્ત કર્યાના ફકત 13 મહિનામાં જ નોર્વેની સૌથી મોટી કંપની ટેલિનોરને આટલા ઊંચા વેલ્યુએશન પર હિસ્સો વેચ્યા બાદ સંજય ચંદ્રાની નિયત પર પણ પ્રશ્ન થવા લાગ્યા. આ પ્રશ્નોવની ચર્ચા હતી ત્યારે તત્કાલીન ટેલિકોમ મંત્રી એ.રાજા હતા, જે હવે 2જી ગોટાળાના સિલસિલામાં જેલમાં છે.

આવું નથી કે સંજય ચંદ્રાનું નામ ખોટી બાબતોના લીધે પહેલી વખત ચર્ચામાં આવ્યું હોય. 2009માં 7000 કરોડ રૂપિયાની લોનના લીધે તેમની રિઅલટી કંપની યુનિટેક ચર્ચામાં હતી. તેના થોડાંક દિવસ બાદ જ 2જી લાઇસન્સ વહેણચીની સીએજી તપાસમાં યુનિટેક-યુનિનોર ડીલ શંકાની નજરમાં આવી. 2જી એપ્રિલ, 2011ના રોજ જ્યારે સીબીઆઇ એ 2જી સ્પેક્ટ્રમ ગોટાળામાં ચાર્જશીટ દાખલ કરી, તો તેમાં જે લોકોને આરોપી માનવામાં આવ્યા તેમાં સંજય ચંદ્રા પણ એક હતા.

સંજય ચંદ્રા માટે મુશ્કેલીઓ એટલા માટે પણ વધી ગઇ કે તેમના ભાઇ અને યુનિટેકના જોઇન્ડ એમડી અજય ચંદ્રાએ યુનિટેકને ટેલિકોમ બિઝનેસથી ખુદને દૂર બતાવ્યા છે. સાથો સાથ 2જી લાઇસન્સ પ્રાપ્ત કરવાની પૂરેપૂરી જવાબદારી સંજય ચંદ્રા પર જ મૂકી છે. ટેલિકોમ બિઝનેસ માટે યુનિટેકના પાર્ટનર ટેલિનોરે પહેલાં જ તેના પૂરા મામલાની તમામ જવાબદારી યુનિટેક પર નાંખી છે. 2009ના સત્યમ ગોટાળા બાદ આ બીજો સૌથી મોટો મામલો છે, જેને બિઝનેસ જગતના કામકાજની પદ્ધતિ અને તેના કોર્પોરેટ ગવર્નન્સ પર પ્રશ્નો ઉભો કર્યો છે.

No comments:

Post a Comment