October 21, 2010

TASની ટેલેન્ટને ગ્રામ્ય ભારતમાં ઉતારતું ટાટા

ટાટા એડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસિસ ( TAS) ની છેલ્લી બેચમાં 1,400અરજદારોમાંથી ફક્ત 35 જ સ્થાન પામ્યાં છે. અહીં ટીએએસમાં ભરતી પામેલાઓને ગ્રૂપના 3.6 લાખ કર્મચારીઓમાં વધારે કૌશલ્ય ધરાવતા કર્મચારી તરીકે જોવામાં આવે છે. ટીએએસ તાલીમાર્થીઓનું પ્રથમ વર્ષ પણ અર્થપૂર્ણ તાલીમથી અને થોડાં આશ્ચર્યોથી ભરેલું રહ્યું હતું.
દરેક તાલીમાર્થીને નાના જૂથમાં એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેને અંતરિયાળ ગામમાં મોકલી દેવામાં આવ્યા હતા. અહીં તેમને કંપનીનાં ગેસ્ટ હાઉસિસ , વાહનો , સરળ કમ્યુનિકેશન જેવી કોઈ પણ સગવડ આપવામાં આવી ન હતી. તેઓને સર દોરાબજી ટાટા ટ્રસ્ટને હવાલે કરી દેવાયા હતા અને તેમને ગ્રામીણ વિકાસના પ્રોજેક્ટો પર કામ કરવાનું કહેવામાં આવ્યું હતું.

એક જૂથે શોધી કાઢ્યું કે ગામવાસીઓ પાણીની અછતના લીધે સમગ્ર વર્ષ દરમિયાન શાકભાજી ઉગાવી શકતા ન હતા. તેથી તેમણે ખેડૂતોને શીખવ્યું કે વધારાનાં ફળો અને શાકભાજીને કેવી રીતે ડીહાઇડ્રેટ કરીને ભાવિ ઉપયોગ માટે સંગ્રહી શકાય. તેમણે ખેડૂતોને બતાવ્યું હતું કે શાકભાજીને રિ-હાઇડ્રેટ કરીને ત્રણ મહિના પછી પણ કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય.

ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આર ગોપાલક્રિષ્નન્ના જણાવ્યા મુજબ ,ટીએએસની પરિકલ્પના જ બુદ્ધિશાળી યુવા મેનેજરોની સર્વિસ છે. પણ આ ગ્રામીણ કવાયત દર્શાવે છે કે તેઓ એવી વાસ્તવિકતાનો સામનો કરી રહ્યા છે જેનો તેમણે ક્યારેય અનુભવ પણ કર્યો ન હતો.

જો આપણે માનતા હોઈએ કે આપણી વસતિનો મોટો હિસ્સો ગામડાંમાં વસે છે તો અમે ઇચ્છીએ છીએ કે અમારા ભાવિ મેનેજરો આ દેશ અને તેના ભવિષ્ય માટે પ્રસ્તુત હોય , એમ ટાટા સન્સના એચઆરના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ સતીશ પ્રધાને ઉમેર્યું હતું.

ગામડાંમાં બે મહિના પછી 2009 ની ટીએએસની બેચના 35 રિક્રૂટીને વિશ્વના જુદા જુદા ખૂણે મોકલી દેવાયા હતા. આગામી કેટલાક મહિનાઓ તેઓ દક્ષિણ આફ્રિકા અને યુકે જેવા દેશોમાં ગ્રૂપ કંપનીઓ જેવી કે ટાટા બેવરેજિસ કે ટાટા કમ્યુનિકેશન્સમાં ગાળશે. કંપનીના આ 53 વર્ષના જૂના કાર્યક્રમમાં ગામ અને સમગ્ર વિશ્વમાં 120દિવસની સખત મહેનતભરી ડ્રીલ હમણાં જ રજૂ કરાઈ છે.

અહીં ગ્રૂપની નવી પ્રતિભાની જરૂરિયાતોને શોધી કાઢવાના પ્રયત્નરૂપે આ બાબતોને આ કાર્યક્રમનો હિસ્સો બનાવવામાં આવી છે. થોડાં વર્ષ પહેલાં ટીએએસના રિક્રૂટીને ગ્રૂપના એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ તરીકે કામ કરવા સીઇઓ કેબિન મળી જતી હતી. પણ હવે આર કે ક્રિષ્નાકુમાર , એસ રામક્રિષ્નન્ , એન શ્રીનાથ , મુકુંદ રાજન જેવા પ્રતિભાશાળી મેનેજરો મેળવવાનો માર્ગ બંધ ન થઇ જાય તે હેતુસર હાલમાં તેના પર નવેસરથી વિચારણા કરવામાં આવી રહી છે

No comments:

Post a Comment