October 21, 2010

સ્વતંત્ર સાહસ સ્થાપવા હોદ્દો છોડતા PE એક્ઝિક્યુટિવ્સ

દેશના પ્રાઇવેટ ઇક્વિટી ઉદ્યોગમાં ટોચના સ્તરના વધુ હોદ્દેદારો પદ છોડી રહ્યા છે. ત્રણ મુખ્ય કંપનીઓના ટોચના વડા કંપનીની
નોન એક્ઝિક્યુટિવ જવાબદારીઓ નિભાવવા ચેરમેનપદનો હોદ્દો છોડી રહ્યા છે જેમાં આઇડીએફસી પ્રાઇવેટ ઇક્વિટીના લુઇસ મિરાન્ડા ,જનરલ એટલાન્ટિક પાર્ટનર્સના અભય હવાલદાર અને આઇએલ એન્ડ એફએસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ લિમિટેડના શાહઝાદ દલાલનો સમાવેશ થાય છે.

પીઇ ઉદ્યોગનાં આંતરિક સૂત્રોનું કહેવું છે કે ટોચના વડાઓનું આ પગલું દર્શાવે છે કે તેઓ પોતાનું સાહસ શરૂ કરવા માટે પીઇ કંપનીઓ છોડી રહ્યા છે. એક સિનિયર પીઇ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે , ના સ્પર્ધા કાયદો તેમને તાત્કાલિક પોતાનું સાહસ શરૂ કરવાની પરવાનગી આપતો નથી , પ્રથમ તેમને તેમની પોતાની કંપનીમાં નોન એક્ઝિક્યુટિવ તરીકેની કામગીરી કરવી પડે છે.

તાજેતરના ભૂતકાળમાં પીઇ ક્ષેત્રમાં આવેલી ઝડપી વૃદ્ધિએ અનેક ટોચના એક્ઝિક્યુટિવ્ઝને તેમનું પોતાનું સાહસ શરૂ કરવા પ્રેર્યા છે. જેમાં સિટીગ્રૂપ વેન્ચર કેપિટલના ભૂતપૂર્વ વડા અજય રેલાન , આઇસીઆઇસીઆઇ વેન્ચર્સના રેણુકા રામનાથ અને કેન્ડોવરના ભારતનાં અગાઉનાં વડાં હર્ષા રાઘવનનો સમાવેશ થાય છે.

અજય રેલાને સીએક્સ પાર્ટનર્સ , રેણુકા રામનાથે મલ્ટિપલ્સ ઓલ્ટરનેટ એસેટ મેનેજમેન્ટ અને હર્ષા રાઘવને સ્ટીયર કેપિટલ નામની પોતાની કંપનીઓ રચી છે.

ફેરફાર થતાં થોડો સમય લાગે છે કારણ કે આ લોકો તેમણે જેમાં રોકાણ કરેલું હોય છે એવી ઘણી પોર્ટફોલિયો કંપનીઓના બોર્ડ પર હોય છે અને ટૂંકા સમયગાળામાં તેમના સ્થાને બીજા વ્યક્તિને મૂકવી મુશ્કેલ હોય છે.

બારિંગ પ્રાઇવેટ ઇક્વિટી પાર્ટનર્સના મેનેજિંગ પાર્ટનર્સ રાહુલ ભસિને જણાવ્યું હતું કે ,રોકાણકારો પ્રોફેશનલ્સના પસંદગીના જૂથને નાણાં આપે છે અને આ પ્રોફેશનલ્સની તેમના પ્રત્યે લાંબા ગાળાની જવાબદારીઓ હોય છે.

આ પગલાને પુષ્ટિ આપતાં આઇડીએફસી પ્રાઇવેટ ઇક્વિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર લુઇસ મિરાન્ડાએ જણાવ્યું હતું કે , હું કંપનીમાં નોન-એક્ઝિક્યુટિવ જવાબદારી લઈ રહ્યો છું કારણ કે મારે મારી તેમજ મારા પરિવાર માટે થોડા વ્યક્તિગત સમયની જરૂર છે.

દરમિયાનમાં દલાલ આઇએલ એન્ડ એફએસમાં નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નવી ભૂમિકા સ્વીકારવા દુબઈ જઈ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે , એમ આઇએલ એન્ડ એફએસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ટોચના એક એક્ઝિક્યુટિવે નામ ન આપવાની શરતે ઇટીને જણાવ્યું હતું

No comments:

Post a Comment