October 21, 2010

હવે IITમાં શરૂ થશે મેડિકલનો અભ્યાસ

હવે IIT માં પણ મેડિકલનો અભ્યાસ થઈ શક્શે. આ ઉપરાંત તેમા વિદેશી નાગરિકોને ફેકલ્ટી તરીકે નિમણૂક કરવા અને પોસ્ટ ગ્રેજ્યુએટ સ્તરના કોર્ષમાં વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની મંજૂરી મળી ગઈ છે.
માનસ સંસાધન પ્રધાન કપિલ સિબ્બલના અધ્યક્ષપદ હેઠળની IITકાઉન્સિલની બેઠકમાં આ અંગેના નિર્ણયો કરવામાં આવ્યા હતા.

IIT માં મેડિકલનો અભ્યાસ શરૂ કરવા માટે ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી એક્ટમાં સંશોધન કરવું પડશે. જોકે ,આરોગ્ય મંત્રાલય IIT માં મેડિકલના અભ્યાસની વિરુધ્ધનો મત ધરાવે છે.

આરોગ્ય મંત્રાલયના માનવા પ્રમાણે એન્જિનિયરિંગ સંસ્થાઓમાં IIT માં મેડિકલનો અભ્યાસ શરૂ કરવાને બદલે તેમાં હેલ્થ ઈન્ફર્મેશન ટેકનોલોજી , બાયો મેડિકલ એન્જિનિયરિંગ અને ઈ-હેલ્થ કોર્સીષ શરૂ કરવા જોઈએ. હાલમાં તો એક માત્ર ખડગપુર IIT એ જ મેડિકલ કોલેજ શરૂ કરવાની વાતમાં રસ દાખવ્યો છે.

IIT ખડગપુરે આ અંગે એવી દલીલ રજૂ કરી છે કે તેની આસપાસના વિસ્તારોમાં કોઈ મેડિકલ કોલેજ નથી. તેથી આ વિસ્તારમાં મેડિકલ કોલેજ શરૂ કરવાથી આ ક્ષેત્રની જરૂરિયાત પૂરી થઈ શક્શે. IIT કાઉન્સિલે આ અંગે વચ્ચેનો રસ્તો કાઢ્યો છે.

હવે ટેકનોલોજી એક્ટમાં તેના સુચિત સુધારા દ્વારા બે પ્રકારના ફેરફાર કરવામાં આવશે. આ કોર્સમાં ડિગ્રી મળ્યા બાદ ડોક્ટરની પ્રેક્ટીસ કરી શકાશે જોકે , તેમા મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની મંજૂરી લેવી પડશે.

જોકે , જે મેડિકલ કોર્સમાં મળનારી ડિગ્રીનો સંબંધ ડોક્ટરી પ્રેક્ટીસ સાથે ન હોય તેવા રિસર્ચ વગેરે સાથે જોડાયેલા કેસમાં મે઼ડિકલ એજ્યુકેશનના નિયમનકારની મંજૂરી લેવાની જરૂરિયાત રહેશે નહીં.

કપિલ સિબ્બલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓ એક વાત નિર્ધારિત કરવા માગે છે કે , આ સંસ્થામાંથી મળનારી કોઈ પણ ડિગ્રીનો સંબંધ દવા સાથે જોડાયેલી હશે તો તેવા કોર્સ માટે MCI મંજૂરી લેવી પડશે.

IIT કાઉન્સિલ IIT અને અન્ય સંસ્થાઓ વચ્ચે રિસર્ચના મામલામાં વધુ સહયોગ સાધવા માગે છે. આ માટે કાઉન્સિલને સીએસઆઈઆરના ભૂતપૂર્વ પ્રમુખ આર એ માશેલકરના નેતૃત્વમાં એક સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો હતો

No comments:

Post a Comment