ભારતમાં એક તરફ ઉર્જાની અછત પ્રવર્તે છે અને બીજી તરફ ઉર્જાનો ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટેના પગલાં લેવાઈ રહ્યા છે ત્યારે દેશના સર્વાંગી વિકાસ વચ્ચે પણ દેશમાં ઉર્જાનો માથાદીઠ વપરાશ ઘણો ઓછો છે. ભારતમાં ઉર્જાનો માથાદીઠ વાર્ષિક વપરાશ માંડ 400 KWH છે. ભારતના ઉદ્યોગોને ઉર્જાના ઉત્પાદનમાં વિદેશી કંપનીઓની કટ્ટર હરિફાઈનો સામનો કરવો પડે છે. આ સ્પર્ધાનો સામનો કરવા માટે ભારતના ઉદ્યોગોએ ખર્ચમાં ઘટાડો કરવો અનિવાર્ય છે.આ સંદર્ભમાં એનર્જી ક્નઝર્વેશન ઉર્જાના ઉત્પાદન ખર્ચમાં ઘટાડાની સોનેરી તક પૂરી પાડે છે. ઉર્જાની બચતને પણ અગ્રતા આપવાની ખાસ જરૂર છે. ઉદ્યોગોએ આ અંગે વધારે જાગૃત થવાની જરૂર છે. દેશમાં ગુજરાત અને પંજાબ, તમિળનાડુ અને કેરળ જેવા રાજ્યોએ જ્યાં 200 KVAથી વધારે લૉડનો ઉપયોગ થતો હોય તેવા તમામ ઉદ્યોગોમાં એનર્જી ઓડિટ ફરજીયાત બનાવ્યું છે. આવી મહત્વની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને CII દ્વારા મુંબઈમાં એનર્જી મેનેજમેન્ટ અંગે સોમવાર અને મંગળવાર તારીખ 17 અને 18 ઓગસ્ટના રોજ HMATC કેટરિંગ કોલેજ ,વીર સાવરકર માર્ગ. દાદર-વેસ્ટ ખાતે બે દિવસના એડવાન્સ ટ્રેઈનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો હેતુ ઉર્જાની બચત માટે આધુનિક ટેકનોલોજીથી લોકોને માહિતગાર કરવાનો છે. આ પ્રોગ્રામમાં એનર્જી ઓડિટની પધ્ધતિથી ભાગ લેનારને માહિતગાર કરાશે.ટોપ અને મિડલ લેવલના મેનેજરો આ કાર્યક્રમમાં જોડાઈ શકશે. ડેલિગેટ માટેની બે દિવસની ફી વ્યક્તિદીઠ 6000 રૂપિયા છે. એક જ સંસ્થાના 3 કે તેથી વધુવ ડેલિગેટને તેમાં 10 ટકા ડિસ્કાઉન્ટ અપાશે. |
October 22, 2010
એનર્જી મેનેજમેન્ટ અંગે એડવાન્સ ટ્રેઈનિંગ કાર્યક્રમ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment